ચોકલેટ ગ્લેજ કેક (Chocolate Glaze Cake Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#FD
Happy friends ship day all my lovely cookpad friends 🥰
આ રેસિપી નો વિડીયો જોવા માટે આ લીંક ઉપર ક્લિક કરો 👇
https://youtu.be/CmBdFWzWPwU

ચોકલેટ ગ્લેજ કેક (Chocolate Glaze Cake Recipe In Gujarati)

#FD
Happy friends ship day all my lovely cookpad friends 🥰
આ રેસિપી નો વિડીયો જોવા માટે આ લીંક ઉપર ક્લિક કરો 👇
https://youtu.be/CmBdFWzWPwU

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૮ વ્યક્તિ માટે
  1. ૧૫૦ ગ્રામ મેંદો
  2. ૬૦ ગ્રામ બટર
  3. ૨૦૦ ગ્રામ મિલ્ક મેડ
  4. ૨૦૦ ગ્રામ વ્હાઈટ ચોકલેટ
  5. ચપટીબ્લુ ફૂડ કલર
  6. 1 બાઉલ વ્હીપ ક્રિમ
  7. 2 ચમચીકોકો પાઉડર
  8. ૧ ચમચી બેકિંગ પાઉડર
  9. ૧/૨ બેકિગ સોડા
  10. ૮૦ મીલી સાદી સોડા
  11. ૧ નંગઅખરોટ
  12. ૧ ચમચીવેનીલા એસ્ન્સ
  13. ૧વાટકી ચોકલેટ સ્ટોન

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બટર લઈ તેમાં મિલ્ક મેડ ઉમેરો હવે તેને બીટર વડે એકદમ સરસ ૫ મિનિટ સુધી બીટ કરી લોએકદમ સ્પંજી થાય પછી તેમાં વેનિલા એસ્ન્સ ઉમેરો ને ફરી થી બીટ કરી લો

  2. 2

    હવે એક બાઉલમાં મેંદો બેકિંગ સોડા બેકિંગ પાઉડર અને કોકો પાઉડર બધું જ સરસ બે થી ત્રણ વખત ચારણીમાં ચાળી લો પછી તેમાં ઉમેરો અને ફરીથી બીટરથી બીટ કરી લો

  3. 3

    હવે તેમાં સોડા વોટર ઉમેરો અને ફરી એકવાર બીટ કરી લો એક કેક મોલ્ડ લઈ તેમાં નીચે બટર પેપર રાખી દો અથવા તો ઘી લગાવી ને ઉપર મેંદો ભભરાવી દો

  4. 4

    ઓવન માં કન્વેશન મોડ પર ૧૮૦'c પર પહેલા ૧૫ મિનિટ સુધી પ્રી હિટ આપી ને પછી જાળી ઉપર કેક મોલ્ડ મુકી દો અને તેને ૨૫મિનિટ સુધી પકાવો

  5. 5

    પાકી જાય એટલે બહાર કાઢી થોડીવાર સુધી રહેવા દો પછી તેમાં લેયર કરવા વચ્ચે થી કટ કરી લો અને વ્હીપ ક્રિમ નું ટોપીગ કરી લો પછી તેને થોડીવાર સુધી ફ્રિજ માં સેટ કરવા મુકો

  6. 6

    હવે વ્હાઇટ ચોકલેટ ને મેલ્ટ કરી લો પછી તેમાંબ્લુ ફુડ કલર ઉમેરો હવે આ તૈયાર કરેલ કેક ઉપર પાથરી દો એટલે નેચરલ ડિઝાઇન બનશે

  7. 7

    હવે તેની બહાર ની બાજુ ચોકલેટ સ્ટોન લગાવી દો અને ઉપર રીયલ ગુલાબ મુકી દો અને તેની ઉપર થોડાં ચોકલેટ સ્ટોન મુકી દો અને વચ્ચે એક અખરોટ મુકી દો
    આપણી કેક તૈયાર છે ચોકલેટ ગ્લેજ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes