કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#EB
થીમ 13
અઠવાડિયું 13
#MRC

ચોમાસાનું સ્પેશ્યલ અને મારુ ફેવરિટ શાક ,,,
કંકોડા આયુર્વેદ શાકભાજી છે કંકોડાને ત્રિદોષનાશક માનવામાં આવે છે . ઘણા લોકો એવું મને છે કંકોડા ખાવાથી પેટમાં ભારે પડે છે એટલે કે કંકોડાથી વાયડુ થવાની માન્યતા બરાબર નથી પરંતુ લસણ નાખીને બનાવેલું કંકોડાનું શાક વાયડુ નથી લાગતું એટલે કે પેટને ભારે નથી પડતું પણ શરીર માટે ગુણકારી છે. કંકોડા પિત્ત અને કફ ને હણનાર , ખૂબ જ ટાઢા તેમજ પથરીનો નાશ કરનાર પણ ગણાય છે . કંકોડા સ્વાદમાં કડવા હોય છે એટલાજ ગુણ મીઠા હોય છે પણ કુમળા કંકોડાનું શાક જ્વર , ઉધરસ , શ્વાસ , સોજો તેમજ નેત્ર રોગમાં હિતકારી છે.
બદલતી સિઝનમાં તમારા સ્વાસ્થ્યને સારું રાખવું ખુબ મહત્વનું હોય છે કેટલાય લોકોને જેવી સીઝન બદલે એટલે તાવ શરદી થઇ જતા હોય છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ સિઝનમાં બીમારીથી બચવા કંકોડા બેસ્ટ શાકભાજી છે kantola તમને અનેક રોગોથી દુર રાખશે જો તમે તેનું સેવન કરશો તો......હું કન્ટોલાનું શાક દૂધમાં બનવું છું..એટલે તેની કડવાશ પણ નથી લગતી અને સ્વાદમાં તો ખુબ જ સરસ બને છે ,,,તમે પણ આ રીતે એક વાર બનાવજો ,,બધા આંગળા ચાટતા રહી જશે અને શાકનો સ્વાદ દાઢમાં રહી જશે ,,,બહુ ઓછા મસાલામાં આ
શાક હું બનવું છું જેથી શાકમાં રહેલા ગુણો,જળવાઈ રહે અને તેની પોષ્ટિકતાનો ભરપૂર લાભ મળે ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કન્ટોલા કે કંકોડા
  2. ૧ કપફૂલ ફેટ દૂધ
  3. ૧ નાની ચમચીઆખું જીરું વઘાર માટે
  4. ૧ ચમચીજીણું સમારેલું લસણ
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  7. ચપટીહળદર
  8. ચપટીહિંગ
  9. ૨ ચમચીખાંડ
  10. મીઠું સ્વાદમુજબ
  11. ૩ ચમચીઘી વઘરમાટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કન્ટોલ ને મીઠાના પાણીમાં ૩૦ મિનિટ ડુબાડી રાખો,
    પછી તેને બે થી ત્રણ વાર સદા પાણી વડે ધોઈ નાખો,
    પછી તેની છાલ ઉતારી ગોળ રિંગ ના આકારમાં સુધા રી લ્યો,
    લાંબી ચિપ્સ કે મનગમતા આકારમાં પણ સુધારી શકાય છે,

  2. 2

    કૂકરમાં વઘાર માટે ઘી ગરમ મુકો
    ઘી ગરમ થાય એટલે જીરું ઉમેરો જીરું ગુલાબી થાય એટલે લસણ ઉમેરો,
    લસણ સહેજ ક્ડકડું થવા દેવું,ત્યારબાદ સમારેલા કન્ટોલ ઉમેરવા,
    દૂધ ઉમેરી બધા મસાલા કરી લેવા,
    કૂકરમાં ત્રણ સિટી સુધી ચડવા દેવું,

  3. 3

    કુકર સીઝે એટલે ખોલી ચેક કરી લેવું,,
    પાણીની ભાગ હોય તો ગેસ પર થોડીવાર ખુલ્લું ચડવા દેવું,
    પાણીનો ભાગ બળી જાય ત્યારબાદ ખાંડ ઉમેરવી,
    ખાંડનું પાણી બળી જાય એટલે ગેસ બન્દ કરી દેવો

  4. 4

    દૂધ ને કારણે માવાદાર અને પૌષ્ટિક રિચ શાક બને છે,
    તો તૈય્યાર છે કન્ટોલાનું શાહી શાક,,,
    ચોમાસામાં ગરમાગરમ ફુલ્કા સાથે ખુબ જ સરસ લાગે છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ (2)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
💃💃મારૂ સિઝનલ સૌથી પ્રિય શાક .👌😋

Similar Recipes