રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#MRC
રતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામરતાળુ
  2. 1 મોટી ચમચીઆખા મરી
  3. 1 મોટી ચમચીઆખા ધાણા
  4. ખીરા માટે :
  5. 2 કપચણાનો લોટ
  6. 2 ચમચીસોજી
  7. 1 ચમચીલાલ મરચું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીલસણની પેસ્ટ
  11. 2આદુ મરચાની પેસ્ટ
  12. 1/4 ચમચીબેકિંગ સોડા
  13. 2ગરમ તેલ
  14. તળવા માટે :
  15. તેલ
  16. સર્વ કરવા માટે :
  17. ગ્રીન ચટણી
  18. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ, સોજી, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, મીઠું અને બેકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરી મીડીયમ ખીરું બનાવી લો.

  2. 2

    રતાળુ ને બરાબર ધોઈ ને મિડિયમ સાઈઝ માં ગોળ સ્લાઈસમાં કટ કરી લો. રતાળુ એક કંદ છે તેની કટ કરતી વખતે હાથમાં તેલ લગાડવું.

  3. 3

    આખા ધાણા અને આખા મરી ને ખાંડણીમાં અધકચરા વાટી લેવા.

  4. 4

    કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેમાંથી બે ચમચી ગરમ તેલ ખીરામાં એડ કરી બરાબર મિક્સ કરી લો. રતાળુની સ્લાઈસને ખીરામાં બોળી પછી તેની પર વાટેલા ધાણા મરીનો પાવડર છાંટીને તેલમાં તળવા માટે મૂકવી. મીડીયમ ફલેમ્ પર સરખી રીતે બંને બાજુ તળી લેવી. આ રીતે બધી રતાળુ પુરી તૈયાર કરી લેવી.

  5. 5

    ગરમાગરમ રતાળુ પુરી ને ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes