રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#FFC3
ની બટાટાની ચીપ્સ તો ઘણીવાર બનાવી પરંતુ રતાળુ ચિપ્સ પહેલીવાર બનાવી ખૂબ જ ટેસ્ટી બની છે

રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

#FFC3
ની બટાટાની ચીપ્સ તો ઘણીવાર બનાવી પરંતુ રતાળુ ચિપ્સ પહેલીવાર બનાવી ખૂબ જ ટેસ્ટી બની છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩૦૦ ગ્રામ રતાળુ
  2. 2 ગ્લાસપાણી બાફવા માટે
  3. ૩ ચમચીમીઠું
  4. ૨-૩ ચમચી ચોખાનો લોટ
  5. તળવા માટે તેલ
  6. મસાલો બનાવવા માટે
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧ ચમચીજીરા પાઉડર
  10. ૧/૨ ચમચીહળદર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ૧ ચમચીઆમચૂર પાઉડર
  13. ૧ ચમચીધાણા પાઉડર
  14. ૧/૨ ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રતાળુ ને સારી રીતે ધોઈ છાલ ઉતારી ની ફરી ધોઈ કપડાથી સારી રીતે લૂંછી લેવુ.

  2. 2

    હવે તેની ચિપ્સ પાડી લેવી અને એક તપેલામાં પાણી અને મીઠું નાખી ગરમ કરવા મૂકો ઉકળવા લાગે એટલે ચિપ્સ નાખી બે-ત્રણ મિનિટ માં એક ઉફાળો આવે એટલે ગેસ બંધ કરી દો અને ચિપ્સને કાઢી લો.

  3. 3

    ચિપ્સને એક કોટનના કપડામાં છૂટી છૂટી પાથરી કોરી કરી લો અને ફ્રિજમાં 20થી 25 મિનિટ માટે મૂકો.પછી બહાર કાઢી ચોખાના લોટમાં રગદોળી લો.

  4. 4

    મસાલો બનાવવા માટેની બધી જ સામગ્રી એક વાટકીમાં નાખી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે ગરમ તેલમાં ધીમા તાપે બધી ચિપ્સ તળી લોક્રિસ્પી થાય ત્યારે કાઢીને ઉપર તૈયાર કરેલ મસાલો સ્પ્રેડ કરો.

  6. 6

    તો તૈયાર છે રતાળું ચિપ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes