રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#FFC3
#cookpadindia
#cookpad_gujrati
રતાળુ પૂરી એ સુરત નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે જે કંદ પૂરી ના નામ થી પણ ઓળખાય છે. સુરત ફક્ત હીરા ના વેપાર માટે જ જાણીતું નથી પરંતુ ગુજરાત ના ફૂડ કેપિટલ તરીકે પણ ઓળખાય છે. સુરત ની ઘણી વાનગી પ્રચલિત છે જેમાંની રતાળુ પૂરી એક છે. આમ તો રતાળુ ના ભજીયા ક છે પણ પૂરી ની જેમ ફુલતી હોવાને લીધે રતાળુ પૂરી કહેવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1નાનું રતાળુ
  2. 2 કપબેસન
  3. 2ચમચા ચોખા નો લોટ
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/4 ચમચીહળદર
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. છાંટવા નો મસાલો:
  9. 8-10કાળા મરી
  10. 1ચમચો ધાણા
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રતાળુ ને સારી રીતે ધોઈ ને છાલ ઉતારી પાતળી સ્લાઈસ કરી લો.

  2. 2

    બેસન, ચોખા નો લોટ, લાલ મરચું, હળદર,હિંગ અને મીઠું નાખી ભજીયા નું ખીરું બનાવી લો. ધાણા અને મરી ને કરકરા વાટી અને ભેળવી લો.

  3. 3

    તેલ ગરમ મુકો, ગરમ થઇ જાય એટલે આંચ મધ્યમ કરી દો. એક ચમચો ગરમ તેલ ખીરા માં નાખી સરખું ભેળવી લો.

  4. 4

    હવે એક સ્લાઈસ લાઇ4 ખીરા માં બોળી, ઉપર મરી-ધાણા ને છાંટી દો અને ગરમ તેલ માં નાખો.

  5. 5

    બંને બાજુ થી સરખા તળી લો. અને ટીસ્યુ લગાવેલ થાળી માં કાઢી લો.

  6. 6

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes