રતાળુ ની ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

રતાળુ ની ચીપ્સ , બટાકા ની ચીપ્સ કરતા બનાવવામાં બહુજ સહેલી અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી માં ખાસ ગરમાગરમ ક્રીસ્પી, નવા મસાલા સાથે આ ચીપ્સ સર્વ કરો અને બધા ની વાહવાહ મેળવો.
#FFC3

રતાળુ ની ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

રતાળુ ની ચીપ્સ , બટાકા ની ચીપ્સ કરતા બનાવવામાં બહુજ સહેલી અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી માં ખાસ ગરમાગરમ ક્રીસ્પી, નવા મસાલા સાથે આ ચીપ્સ સર્વ કરો અને બધા ની વાહવાહ મેળવો.
#FFC3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  મીનીટ
2-3 સર્વ
  1. સ્પ્રીકલીંગ ચાટ મસાલો :
  2. 2 તજ ના કટકા
  3. 3લવીંગ
  4. 10 નંગઆખા મરી
  5. 2 ટી સ્પૂનવરીયાળી
  6. 2 ટે સ્પૂનઆખા ધાણા
  7. 2 ટી સ્પૂનલાલ મરચું
  8. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  9. 1/2 ટી સ્પૂનસૂંઠ નો પાઉડર
  10. 1/2 ટી સ્પૂનસંચળ
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. 1 ટી સ્પૂનમીઠું
  13. તળવા માટે : 1/2 કીલો રતાળુ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20  મીનીટ
  1. 1

    સ્પ્રીગલીંગ ચાટ મસાલો : એક પેન માં તજ, વરીયાળી, આખા ધાણા,લવીંગ, આખા મરી, શેકવા. ઠંડા કરી મીકસર જાર માં લઈ અંદર સૂંઠ નો પાઉડર, લાલ મરચું, આમચૂર,સંચળ અને મીઠું નાખી પાઉડર બનાવવો. એરટાઈટ ડબ્બામાં ભરી ને આ મસાલો 3 મહીના સુધી સ્ટોર કરી શકાય છે.

  2. 2

    રતાળુ ને 2-3 વાર ચોખ્ખા પાણી માં ધોઈ અને છાલ કાઢી લેવી. પછી ગોળ થોડા જાડા પતીકા કરી, એની ચીપ્સ કાપવી.

  3. 3

    સ્ટીમર માં પ્લેટ ઉપર ચીપ્સ મુકીને 5 મીનીટ સ્ટીમ કરવી.પ્લેટ સ્ટીમર માં થી બહાર કાઢી, કીચન પેપર પર ડ્રાઈ કરવી.

  4. 4

    ચીપ્સ હલકી ઠંડી થાય એટલે ગરમ તેલ માં મીડીયમ ગેસ ઉપર કડક તળવી.2- 3 વાર ફેરવીને તળવી.

  5. 5

    ચારણી નીચે વાસણ મુકીને ચીપ્સ ને ચારણી માં કાઢવી એટલે વધારાનું તેલ નિતરી જશે. ગરમાગરમ ચીપ્સ ઉપર સ્પ્રીગલીંગ ચાટ મસાલો છાંટી તરત જ સર્વ કરવી. સાઈડ માં સ્પીકલીંગ મસાલો મુકવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes