ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#ff1
#non fried Ferrari recipe
#post3
રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું.

ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)

#ff1
#non fried Ferrari recipe
#post3
રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 🌺થેપલા બનાવવા માટે
  2. 300 ગ્રામરાજગરાનો લોટ
  3. 250 ગ્રામબટાકા
  4. 1 ટી સ્પૂનમરી નો ભુક્કો
  5. સિંધાલૂણ જરૂર મુજબ
  6. કોથમીર જરૂર મુજબ
  7. તેલ જરૂર મુજબ
  8. 🌺શ્રીખંડ બનાવવા માટે
  9. દોઢ લીટર ફૂલ ફેટ દૂધ
  10. 300 ગ્રામદળેલી ખાંડ
  11. ડ્રાય ફ્રુટસ જરૂર મુજબ
  12. 2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  13. 1 ટી સ્પૂનફ્રેશ દહીં
  14. 🌺ભાજી બનાવવા માટે
  15. 250 ગ્રામબટાકા
  16. 100 ગ્રામટામેટાં
  17. 2લીલા મરચા
  18. 1 ટુકડોઆદુ
  19. 7,8લીલા લીમડા નાં પાન
  20. 1ટી જીરું
  21. સિંધાલૂણ જરૂર મુજબ
  22. 1 ટી સ્પૂનખાંડ
  23. 1 ટી સ્પૂનલાલ મરચું
  24. કોથમીર જરૂર મુજબ
  25. પાણી જરૂર મુજબ
  26. 🌺 મરચા બનાવવા માટે
  27. 100 ગ્રામમરચા
  28. 1 ટી સ્પૂનજીરું
  29. સિંધાલૂણ જરૂર મુજબ
  30. 1 ટી સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    🌹 રાજગરા નાં થેપલા
    બટાકા ને બાફી લો.લોટ ચાળી લો.હવે બાફેલા બટેટાં ની છાલ ઉતારી ખમણી લો.લોટ માં સિંધાલૂણ, મરી, કોથમીર નાખી બાફેલા બટેટાં માં જ લોટ બાંધી લો.પાણી જરા પણ નાખવાનુ નથી

  2. 2

    હવે થોડું તેલ લઇ લોટ પર લગાડી દો.લૂઆ કરી લો.અનેરાજગરા નાં લોટ નું અટામણ લઈ થેપલા વણી લો

  3. 3

    લોઢી માં તેલ મૂકી ધીમા ગેસ પર ગુલાબી શેકી લો.બધા થેપલા આ રીતે બનાવી લો.

  4. 4

    🌹ડ્રાય ફ્રુટસ શ્રીખંડ
    દૂધ ને ગરમ કરી,થોડું ઠંડું પડે એટલે તેમાં સારા દહીં નું મેળવણ નાખી જમાવી દો અને ગરમ જગ્યા એ મૂકી દો.7,8 કલાક પછી એક કોટન નાં કપડાં માં દહીં ને કાઢી,બધું પાણી નીકળી જાય એ રીતે કડક બાંધી ને લટકાવી દો

  5. 5

    બધું પાણી નીકળી જાય એટલે 2,3 કલાક પછી મસ્કો એક વાસણ માં કાઢી લો. ખાંડને ઇલાયચી ઉમેરી ને દળી લો. અને થોડો થોડો મસ્કો અને ખાંડ નાખી ચારણી વડે ચાળી લો.બરાબર મિક્સ કરી બાઉલ માં કાઢી લો. બધા ડ્રાય ફ્રુટસ ને સમારી લો.અને શિખંડ માં ભેળવી બરાબર મિક્સ કરી લો.

  6. 6

    બાઉલ માં કાઢી ને ફ્રીઝ માં ઠંડો કરવા મૂકી દો.2,3 કલાક પછી વાટકા માં કાઢી ઉપર ડ્રાય ફ્રુટસ નાખી ઠંડો ઠંડો સર્વ કરો.આ શિખંડ મસ્ત લાગે છે.

  7. 7

    🌹બટાકા ની ભાજી
    બટાકા ને ધોઈ બાફી ટુકડા કરી લો.ટામેટાં સમારી લો.આદુ મરચા કોથમીર સમારી લો..એક પેન માં તેલ મૂકી જીરું લીલા લીમડા નો વધાર મૂકી ટામેટાં વધારી દો.

  8. 8

    બરાબર ચડી જાય એટલે સિંધાલૂણ ખાંડ આદુ મરચા લાલ મરચું ઉમેરી હલાવો.ત્યાર બાદ બાફેલા બટેટાં ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરો ઉકાળી લો.તો બટાકા ની ભાજી તૈયાર છે.

  9. 9

    🌹 મરચા
    મરચા ને ધોઈ,બી કાઢી, ઊભા સમારી લો.થોડું તેલ મૂકી જીરું નો વઘાર મૂકી મરચા સાંતળી લો.ઠરે એટલે સિંધાલૂણ ઉમેરી દો.

  10. 10

    તો તૈયાર છે રાજગરા નાં થેપલા, હોમમેડ ડ્રાય ફ્રુટસ શ્રીખંડ, બટાકા ની રસેદાર ભાજી,ચેવડો,અને તળેલા મરચા..આ ફરાળી થાળી એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes