ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#TR
આ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો.

ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)

#TR
આ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨-૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧૨૫ ગ્રામ આઇસિંગ ખાંડ અથવા દળેલી ખાંડ
  3. ૧૦૦ ગ્રામ બટર
  4. ૧/૨ ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  5. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  6. ૧/૮ ટી.સ્પૂન મીઠું
  7. ૧/૨ ટી સ્પૂન ઓરેન્જ એસેન્સ
  8. ૧ ડ્રોપઓરેન્જ ફૂડ કલર
  9. ૧/૨ ટી સ્પૂનપાઈનએપલ એસેન્સ
  10. ૧ ડ્રોપગ્રીન ફૂડ કલર
  11. ૧/૨ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  12. ૬-૭ ટી.સ્પૂન દૂધ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદામાં બેકિંગ પાઉડર, બેકીંગ સોડા અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે એક બાઉલમાં બટર લઈ તેને ઇલેક્ટ્રિક બીટર અથવા હેન્ડ વિસ્કરથી બટર નો કલર ચેન્જ થાય ત્યાં સુધી બીટ કરો.

  2. 2
  3. 3

    હવે તેમાં આઈસિંગ ખાંડ ચાળીને ઉમેરો અને ફરીથી બીટ કરો. હવે તેમાં મેંદો ચાળીને ઉમેરો અને ચમચી અથવા spetulla વડે મિક્સ કરો.

  4. 4
  5. 5

    હવે મિશ્રણ થોડું મિક્સ થઈ ગયા બાદ તેમાં ૧-૧ ટી.સ્પૂન દૂધ ઉમેરી હાથેથી લોટ બાંધી લેવો. હવે આ લોટને ત્રણ સરખા ભાગમાં વહેંચી લેવા.

  6. 6

    હવે એક ભાગમાં ઓરેન્જ ફૂડ કલર અને ઓરેન્જ એસેન્સ, બીજા ભાગમાં ખાલી વેનિલા એસેન્સ અને ત્રીજા ભાગમાં ગ્રીન ફૂડ કલર અને પાઈનએપલ એસેન્સ ઉમેરી મિક્સ કરો.

  7. 7
  8. 8
  9. 9

    હવે આ ત્રણેય કલરના લોટમાંથી ૧૦૦-૧૦૦ ગ્રામના લુવા કાઢી, અલગ અલગ રોલ કરી, ચપટો કરી તેને નીચે ગ્રીન, વચ્ચે વ્હાઈટ અને ઉપર ઓરેન્જ કલરના રોલ મૂકી તેને બરાબર રોલ કરી, પ્લાસ્ટિક બેગ અથવા ક્લિંગ ફ્લીમથી કવર કરી ૧૦ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરો.

  10. 10
  11. 11

    બાકી વધેલા લોટમાંથી લાંબા રોલ કરો અને એકસરખા કાપી નાના ગોળા વાળી લો. હવે ત્રણેય કલરના રોલ સાથે મૂકી તેને હાથેથી રોલ કરી લુવો બનાવી લો અને તેને પણ ૧૦ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરો.

  12. 12
  13. 13

    હવે ઓવનને ૧૬૦ ડિગ્રીએ પ્રિહિત કરો. હવે કુકીઝને તેલથી ગ્રીસ કરેલ ટ્રે માં ગોઠવી ઓવનમાં ૨૦-૨૫ મિનિટ માટે બેક કરો.

  14. 14

    આ કૂકીઝને ઠંડી કરી સર્વ કરો.

  15. 15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes