મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#શ્રાવણ
#Sun

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ મેંદા નો લોટ
  2. ૧૦૦ ગ્રામ રવો
  3. ૨ ચમચીઅધકચરા મરી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧૫૦ ગ્રામ તેલ નું મોણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા મરી ને અધકચરા વાટી લેવા.

  2. 2

    પછી એક વાસણમાં મેંદાનો લોટ, રવો,‌ તેલનું મોણ, અધકચરા મરી બધું નાખી લેવું.

  3. 3

    ત્યારબાદ હાથ વડે બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી અને મિડિયમ લોટ બાંધવો. પછી લોટ ને પંદરથી વીસ મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવો.

  4. 4

    ત્યારબાદ લોટમાંથી મીડિયમ સાઇઝના લુઆ બનાવી નાની પૂરી વણી લેવી અને ચપ્પુની મદદથી આકા પાડી લેવા.

  5. 5

    આ રીતે બધી પૂરી વણી અને છાપા પર રાખી દેવી પછી તેલ ગરમ મુકવું તેલ ગરમ થાય એટલે મીડીયમ તાપે પૂરીને તળવી.

  6. 6

    પૂરીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી. પૂરીને તળી અને છાપા પર રાખવી.

  7. 7

    હવે તૈયાર છે મેંદાની ફરસી પૂરી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો અને ચા સાથે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ

Similar Recipes