ફ્રેશ નારિયેળઅને રાજગરો હલવો (Fresh Nariyal Rajgira Halwa Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#CR
#World Coconut Day
ફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નીકળે છે. આ લીલું નારિયેળ "ત્રોફા" તરીકે ઓળખાય છે. પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે, તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઈ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે "કોપરું" કે "ટોપરું" એવા નામે ઓળખાય છે. આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ફ્રેશ નારિયેળઅને રાજગરો હલવો (Fresh Nariyal Rajgira Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#CR
#World Coconut Day
ફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નીકળે છે. આ લીલું નારિયેળ "ત્રોફા" તરીકે ઓળખાય છે. પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે, તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઈ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે "કોપરું" કે "ટોપરું" એવા નામે ઓળખાય છે. આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. - નાળિયેર
  2. ૧૫૦ ગ્રામ- રાજગરાનો લોટ
  3. ૪ ચમચી-ઘી
  4. ૧ કપ- દૂધ
  5. ૧/૩ કપ-પાણી
  6. ૫-૬ - ઇલાયચી નો પાઉડર
  7. કાજુ બદામ કતરણ
  8. 1-1/2 કપ- ખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ નાળિયેર જે આપણે પૂજામાં લઈએ છીએ તે અથવા કોઈ વાનગી બનાવવા લઈએ છીએ, તાજુ નાળિયેર ને વધેરી અને છાલ કાઢી તેને ખમણ કરવું.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી તેમાં તાજુ કોપરાનું ખમણ શેકવું, ત્યારબાદ તેમાં રાજગરાનો લોટ ઉમેરી તેને પણ શેકવો, બદામી રંગનો થાય ત્યાં સુધી કોપરું અને રાજગરાના લોટને શેકવું જરૂરી છે.

  3. 3

    બદામી રંગનું શેકાઈ ગયા બાદ તેમાં ૧ કપ દૂધ ઇલાયચી પાઉડર ૧ કપ પાણી ઉમેરી અને હલાવવું ત્યારબાદ નાના 1-1/2 કપ જેટલી ખાંડ ઉમેરવી, ખાંડ ઓગળી જાય એટલે ખૂબ હલાવવું અને રૂમ ટેમ્પરેચર પર કડાઈને લઈ તેને એક બાઉલમાં લઈ તેમાં કાજુ બદામની કતરણ સૂકા કોપરાનું ખમણ છાંટી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes