અડદિયા (Adadiya Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#MS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૧ કિલોઅડદ નો કરકરો લોટ
  2. ૮૦૦ ગ્રામ બુરૂ ખાંડ
  3. ૯૦૦ ગ્રામ ઘી
  4. ૧૫૦ ગ્રામ ગુંદર
  5. ૨ કપદૂધ
  6. ૧૫૦ ગ્રામ બદામ ની કતરણ
  7. ૧૫૦ ગ્રામ કાજુની કતરણ
  8. ૧૫૦ ગ્રામ પિસ્તા ની કતરણ
  9. ૧૦૦ ગ્રામ સૂંઠ પાઉડર
  10. ૫-૬ ચમચી અડદીયા નો મસાલો
  11. ૪ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    અડદિયા ના લોટ ને ધાબો દેવા માટે દૂધ અને ઘી થોડું ગરમ કરી લોટ માં નાખતું અને હાથ વડે બધા લોટ માં સરસ થી મિક્સ કરી ધાબો દેવો.

  2. 2

    ધાબો દીધેલ લોટને ચાળી લેવો.

  3. 3

    પછી ગૂંદ ને ઘી માં તળી લેવો.

  4. 4

    પછી તેજ વાસણ માં બીજૂ ઘી ઉમેરી અને તેમાં લોટ નાખી ને ૩૦ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય અને સુગંધ આવે ત્યાં સુધી લોટ ને શેકી લેવો. બધું ઘી એક સાથે ઉમેરવું નહીં થોડો લોટ શેકાઈ પછી બાકી નું ઘી ઉમેરવું.

  5. 5

    લોટ શેકાઈ ત્યાં સુધીમાં ખાંડ ને મિક્સરમાં પીસી લેવી.

  6. 6

    લોટ શેકાઈ જાય પછી ગેસ બંધ કરી તેમાં બૂરું ખાંડ ઉમેરી અને મિક્સ કરી લેવી અને પછી તેમાં અડદીયા નો મસાલો, ઈલાયચી પાઉડર, સૂંઠ પાઉડર અને ડાયફૂટસ ની કતરણ બધું નાખી અને મિક્સ કરી લેવું.

  7. 7

    પછી અડદિયા ને ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેવું અને તવેતા ની મદદથી બરાબર લેવલ કરી તેમાં ડાયફૂટસ ની કતરણ ઉપર થી ગાર્નિશ માટે નાખી ને સેટ કરી લેવું. પછી અડદિયા ને ૫-૬ કલાક સેટ કરવા મૂકી દેવું.

  8. 8

    સેટ થઇ જાય પછી તેમાં કાપા પાડી લેવા. હવે તૈયાર છે શિયાળા સ્પેશિયલ હેલ્ધી અડદિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes