કોકોનટ પનિયારામ (coconut paniyaram recipe in Gujarati)

#cr
#cookpad_guj
#cookpadindia
પનિયારામ એ દક્ષિણ ભારત નું વ્યંજન છે જે એકદમ હળવા ખોરાક ની શ્રેણીમાં આવી શકે. હળવા અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. દક્ષિણ ભારત માં કુઝી પનિયારામ થી ઓળખાતા આ વ્યંજન ને તમે તમારી પસંદ મુજબ ના સ્વાદ અને ઘટક ઉમેરી ને બનાવી શકો છો.
નાળિયેર એ દક્ષિણ ભારત માં પુષ્કળ પ્રમાણ માં ઉગે છે અને તેથી તેનો ઉપયોગ દક્ષિણ ભારત ની રસોઈ માં મહત્તમ હોય છે પછી એ તાજું કે સૂકું નાળિયેર હોય કે પછી નારિયેળ તેલ હોય.
આજે મેં પનિયારામ માં નાળિયેર ઉમેરી ને બનાવ્યું છે.
કોકોનટ પનિયારામ (coconut paniyaram recipe in Gujarati)
#cr
#cookpad_guj
#cookpadindia
પનિયારામ એ દક્ષિણ ભારત નું વ્યંજન છે જે એકદમ હળવા ખોરાક ની શ્રેણીમાં આવી શકે. હળવા અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. દક્ષિણ ભારત માં કુઝી પનિયારામ થી ઓળખાતા આ વ્યંજન ને તમે તમારી પસંદ મુજબ ના સ્વાદ અને ઘટક ઉમેરી ને બનાવી શકો છો.
નાળિયેર એ દક્ષિણ ભારત માં પુષ્કળ પ્રમાણ માં ઉગે છે અને તેથી તેનો ઉપયોગ દક્ષિણ ભારત ની રસોઈ માં મહત્તમ હોય છે પછી એ તાજું કે સૂકું નાળિયેર હોય કે પછી નારિયેળ તેલ હોય.
આજે મેં પનિયારામ માં નાળિયેર ઉમેરી ને બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા ના ખીરા માં નાળિયેર, કોથમીર, લીલા મરચાં,ડુંગળી અને મીઠું નાખી ભેળવો. પછી તેમાં ચટણી નાખી સરખું ભેળવી લો.
- 2
પનિયારામ પેન ને તેલ થી ચીકણું કરી ગરમ થવા મુકો. ગરમ થાય એટલે તૈયાર કરેલું મિશ્રણ બધી કેવિટી માં ભરો.
- 3
ફરતે થોડા તેલ ના ટીપાં નાખી,ઢાંકી ને ચઢવા દો. એક બાજુ ચડી જાય એટલે પલટાવી ને બીજી બાજુ ચડવા દો.
- 4
થઈ જાય એટલે ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આદુ મેથી ઈડલી પાલક સોસ (Ginger Methi Idli Palak Sauce Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpad_gujઆદુ-મેથી ઈડલી (પાલક સોસ સાથે)નરમ અને લચકીલી ઈડલી એ દક્ષિણ ભારતીય વ્યંજન છે જે ભારત ભર માં પ્રચલિત તો છે જ પરંતુ વિશ્વ માં પણ પ્રચલિત છે. 30 માર્ચ ને વિશ્વ ઈડલી દિવસ તરીકે ઉજવાય છે. આ વાત જ ઈડલી ની ચાહના દર્શાવે છે. ઈડલી ને ચટણી તથા સાંભર સાથે પીરસાય છે. પરંતુ આજે મેં આદુ અને મેથી વાળી મીની ઈડલી બનાવી છે અને પાલક સોસ સાથે પીરસી છે. જે નાસ્તા માટે સ્વાસ્થયપ્રદ અને સારો વિકલ્પ બને છે. તમે કોઈ પણ પાર્ટી માં પણ રાખી શકો છો. Deepa Rupani -
કુઝી પનિયારમ
#ઇબુક૧#૧૮પનિયારમ એ દક્ષિણ ભારત ના અમુક રાજ્ય ની ખાસ વાનગી છે જે બનાવા માં સરળ અને ઝડપી છે. જે અપમ પાત્ર, પનિયારમ નામ ના ખાસ વાસણ માં બને છે. Deepa Rupani -
ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
#TR#cookpad_guj#cookpadindiaદક્ષિણ ભારતીય ભોજનની એક પ્રચલિત વ્યંજન ઈડલી એ તેની ચાહના ભારતમાં જ નહીં પણ ભારત બહાર પણ ફેલાવી છે. નરમ નરમ ઈડલી ને સામાન્ય રીતે સાંબર અને ચટણી સાથે ખવાય છે. ઈડલી માં તમારી પસંદ મુજબ વિવિધ સ્વાદ ની બનાવી શકાય છે. આજે સ્વતંત્રતા દિવસ પર મેં તિરંગા ના ત્રણ રંગ ની મીની ઈડલી બનાવી અને વઘાર કરી સ્વાદિષ્ટ બનાવી છે. Deepa Rupani -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#LB#cookpad_guj#cookpadindiaબાળકો ના લન્ચ /ટીફીન બોક્સ માં શુ આપવું એ દરેક માતા ને સતાવતો પ્રશ્ન છે. ટીફીન માટે એવી વાનગી ની પસંદગી કરવાની હોય કે જે બાળક ને પસંદ હોય અને સાથે સ્વાસ્થ્યપ્રદ પણ હોય. આજે એકદમ ઝડપી અને સ્વાદિષ્ટ એવી ભાત ની વાનગી બનાવી છે જે મૂળ દક્ષિણ ભારતની છે. થેંગાઈ સાદમ ના નામ થી પ્રચલિત આ ભાત ત્યાં ના દરેક ઘર માં વારે તહેવારે બને છે તો મંદિરમાં પ્રસાદ તરીકે પણ ધરાવાય છે. ખાસ કરી ને શ્રીમંત ના પ્રસંગ માં આ ભાત બને જ છે.મેં આ ભાત સાથે ટીફીન બોક્સ માં ઘઉં ની નાનખટાઈ, જામફળ નો જ્યુસ અને ચોકલેટ આપી છે. Deepa Rupani -
ચિઝલિંગ ચાટ (Cheesling Chaat recipe in Gujarati)
#ચાટચિઝલિંગ અને ચીઝ એ આ ચાટ ને બાળકો ને આકર્ષે છે. સાડી, સરળ અને ઝડપી બનતી આ ચાટ ગરમી ના દિવસો માં થતી બાળકો ની પાર્ટી કે કિટ્ટી પાર્ટી માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
અક્કી રોટી
#ચોખાઆ રોટી એ ચોખા ના લોટ માં શાક નાખી ને,થેપી ને બનાવાય છે. આ કર્ણાટક ની મુખ્ય વાનગી છે. અક્કી એટલે કન્નડ ભાષા માં ચોખા. અક્કી રોટી નાસ્તા માં નાળિયેર ની ચટણી સાથે ખવાય છે. Deepa Rupani -
ગાજર મેથી બાઇટ્સ
#પાર્ટીકોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર, બાઇટ્સ હોય જ છે. મહત્તમ ભાગે તળેલા નાસ્તા હોય છે. જે સ્વાસ્થ્ય માટે લાભકારક નથી હોતા. જ્યારે ઘરે પાર્ટી કરતા હોઈએ તો એવી વાનગી બનાવી જોઉએ જે સ્વસ્થયપૂર્ણ હોય. Deepa Rupani -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
થયીર સાદમ (કર્ડ રાઈસ)
થયીર એટલે દહીં અને સાદમ એટલે ભાત.. દક્ષિણ ભારત માં થયીર સાદમ થી ઓળખાતા અહીં આપણે કર્ડ રાઈસ થી જાણીએ છીએ. આ એક હળવા ભોજન નો ઉત્તમ વિકલ્પ છે. ગરમી માં ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવા ગમે છે. વળી બનવા માં પણ સરળ અને ઝડપી છે. Deepa Rupani -
ઘી રોસ્ટ ઢોંસા (Ghee Roast Dosa Recipe In Gujarati)
#KER#cookpad_gujarati#cookpadindiaઈડલી- ઢોંસા -મેન્દુ વડા વગેરે દક્ષિણ ભારતીય ભોજન ના મુખ્ય વ્યંજન છે જે પુરા ભારત માં પ્રખ્યાત છે. આમ તો દક્ષિણ ભારત ના ઘણાં રાજ્યો છે અને દરેક રાજ્ય ના ખાનપાન ની અલગ વિશેષતા હોય છે પણ ઈડલી,ઢોંસા, વડા જેવા વ્યંજન દરેક રાજ્ય માં બને છે.ઘી રોસ્ટ ઢોંસા એ ઘી માં બનતા ઢોંસા છે જે ખાસ કરી ને બ્રેકફાસ્ટ માં ખવાય છે. એનું નામ જ બતાવે છે કે તેને બનાવામાં ઘી નો ઉપયોગ થાય છે. આ ઢોંસા પેપર ઢોંસા જેવા પાતળા અને કડક સારા લાગે છે.તેમાં ઘી ની સોડમ તેનો સ્વાદ ઔર વધારે છે. તેને નારિયેળ ની ચટણી અને સાંભર સાથે પીરસવા માં આવે છે. Deepa Rupani -
જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
#RB1#week1#SF#cookpad_guj#cookpadindiaજીની ઢોંસા એ મુંબઇ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઢોંસા એ મૂળભૂત રીતે દક્ષિણ ભારતીય વ્યંજન છે. પરંતુ જીની ઢોંસા એ ઢોંસા માં વિવિધ સોસ અને શાક નું સ્ટફિંગ કરી નાના રોલ સ્વરૂપે પીરસાય છે. માખણ ચીઝ થી ભરપૂર એવા આ ઢોંસા મુંબઇ ના ઘાટકોપર પરાં થી શરૂ થયા હોવાનું મનાય છે. ઘાટકોપર માં ગુજરાતીઓ ની વસ્તી વધુ છે અને ગુજરાતી માં "જીની /ઝીણી " એટલે નાનું અને આ ઢોંસા નાના રોલ ના સ્વરૂપે હોય છે માટે જીની ઢોંસા કહેવાય છે. Deepa Rupani -
ચટણી પકોડી
#ઇબુક#day21ઘણી વાર એવું થાય છે કે આપણા રસોડા માં ભોજન પછી કાઈ ને કાઈ બચી જતું હોય છે. આપણે તેને કચરા માં ના જાવા દેતા કાઈ ને કાઈ રીતે ઉપયોગ માં લેવું જોઈએ. જ્યારે આપણે દક્ષિણ ભારતીય વાનગી બનાવીએ તો કોઈ વાર થોડું ખીરું, ચટણી વગેરે બચી જાય છે. ખીરા નો ઉપયોગ તો આપણે બીજા દિવસે કરી લઈએ છીએ. ચટણી વધે તો શું કરો છો તમે? ચટણી બચે તો હું તેમાંથી સરસ ક્રિસ્પી પકોડી બનાવું છું. Deepa Rupani -
હરિયાળા મૂંગ
#લોકડાઉન#પોસ્ટ2પ્રોટીન થી ભરપૂર એવા મગ એ બીજા કઠોળ ની સરખામણી એ પચવા માં પણ હલકા છે. જૈન જ્ઞાતિ માં બહુ જ ઉપયોગ માં લેવાતા મગ ને મેં આજે એકદમ નવું રૂપ આપ્યું છે અને પૌષ્ટિક મગ ની વધુ પૌષ્ટિક વાનગી બનાવી છે. ભરપૂર લીલા શાકભાજી સાથે બનેલા આ મગ સ્વાદ અને સ્વાસ્થ્ય નો ઉત્તમ સંગમ બને છે. જેને આપણે ભાત, રોટી પરાઠા કે એમ જ ખાઈ શકીએ છીએ. Deepa Rupani -
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
નાળિયેરની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
#ST#cookpadgujarati#south_indian_style_chutney આ નાળિયેરની ચટણી એ દક્ષિણ ભારત મા બધિ જ વાનગી મા વાપરવામા આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતીય વાનગી મા નાળિયેર ની ચટણી કે ફકત નાળિયેર નો ઉપયોગ થતો જ હોય છે. Daxa Parmar -
બીટ રુટ ઈડલી
#ઇબુક૧#૩૩ઈડલી એ દક્ષિણ ભારતીય વાનગી છે જેની ચાહના ભારત માં અને ભારત બહાર પણ એટલી જ છે. પરંપરાગત ઈડલી માં ઘણા સ્વાદ ઉમેરવા લાગયા છે. Deepa Rupani -
ચીઝી સ્પિનાચ પાસ્તા
#ડિનર#starપાસ્તા એ ઇટાલિયન ભોજન છે જે હવે આપણા ઘર માં પણ આવી ગયા છે. ખાસ કરી ને બાળકો અને યુવા વર્ગ માં પસંદગી પામે છે. Deepa Rupani -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south_rice#નાળિયેર_ભાત#cookpadindia#cookpadgujaratiકોકોનટ રાઈસ એ કેરલ ,તમિલનાડુ કે કર્ણાટક ગમે ત્યાં જાવ ત્યાંના મુખ્ય ખોરાક છે .હું હાલ માં કર્ણાટક છું તો મે જોયું છે ત્યાં સુધી આ રાઈસ અહીંના લોકો રોજિંદા ખોરાક માં લે છે .અહી તાજા નાળિયેર નો ઉપયોગ વધુ થાય છે .મે સૂકું અને તાજુ બંને નાળિયેર યુઝ કર્યું છે. Keshma Raichura -
ગોપાલ કાલા (Gopalkala Recipe In Gujarati)
#RC2#week2#white#cookpadindia#cookpad_gujગોપાલ કાલા / દહીં કાલાગોપાલ કાલા એ મહારાષ્ટ્ર માં જન્માષ્ટમી નિમિતે ખાસ બનાવતું વ્યંજન છે. "ગોપાલ" એ કૃષ્ણ ભગવાન નું એક નામ છે અને "કાલા" એટલે મરાઠી માં ભેગું કરવું . ગોપાલ કાલા બનાવા માટે ના મુખ્ય ઘટકો માં પૌવા અને દહીં છે. બહુ જલ્દી બની જતી આ વાનગી જન્માષ્ટમી માં પંજરી, મખાના પાગ સાથે જરૂર થી બનાવાય છે. દહીં હાંડી ની ઉજવણી માં હાંડી માં પણ ગોપાલ કાલા ભરવામાં આવે છે અને પછી પ્રસાદ તરીકે વહેચણી કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ને દૂધ, દહીં, માખણ ઇત્યાદિ બહુ જ પ્રિય હતું તેથી ખાસ બનાવાય છે. Deepa Rupani -
સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpad_gujaratiમૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે. Deepa Rupani -
બિકાનેરી કેરી પરાઠા
#ઇબુક#Day2નામ પર થી જ ખ્યાલ આવે કે આ રાજસ્થાની વાનગી છે. બિકાનેરી પરાઠા એ ચણા ની દાળ થી બને છે તેમાં કાચી કેરી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ બનાવ્યા છે. આ પરાઠા નાસ્તા તથા ભોજન બંને માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani -
પીનટ બ્રેડ
#ચાટઆ તીખી તમતમતી અને ચટાકેદાર વાનગી મૂળ જામનગર ની છે. ત્યાં એ બી બ્રેડ થી ઓળખાય છે. જામનગર માં સિંગ દાણા બી ના નામ થી ઓળખાય છે અને તે લોકો બી નો ઉપયોગ મહત્તમ કરે છે. Deepa Rupani -
બ્રેડ ટાર્ટલેટ્સ
#પાર્ટીઆ એક મેક્સિકન સ્નેક છે. પાર્ટી માટે સાનુકુળ છે કારણ કે તમે બ્રેડ ટાર્ટ પહેલે થી બનાવી શકો છો. મેં મકાઈ અને શાક નું મિશ્રણ ભરી સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. તમે તમારી પસંદ નું મિશ્રણ ભરી શકો. Deepa Rupani -
સતુ ચિલ્લા સેન્ડવિચ (Sattu Chilla Sandwich)
#EB#week11#cookpadindia#cookpad_gujસતુ એટલે શેકેલા દાળિયા/ચણા નો લોટ. સતુ એક ખૂબ જ શક્તિવર્ધક અને ગ્લુટેન ફ્રી ઘટક છે જે "ગરીબ ના પ્રોટીન" થી પણ ઓળખાય છે. કારણ કે આસાની થી અને ઓછી કિંમત માં ઉપલબ્ધ સતુ પ્રોટીન થી ભરપૂર છે જે બિનશાકહારી ખોરાક ની તોલે આવે છે. સતુ નો ભરપૂર ઉપયોગ બિહાર, ઝારખંડ માં થાય છે પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ને લીધે તેનો પ્રયોગ વિસ્તૃત બન્યો છે.સતુ થી ઘણી વાનગી બને છે જેમાં પરાઠા, પુરી, કચોરી, શરબત, લાડુ ઇત્યાદિ વધુ પ્રચલિત છે. આજે મેં તેના ચિલ્લા બનાવ્યા છે જેમાં મેં કોથમીર અને પાલક ઉમેર્યા છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા ,મેયોનિસ, કેચપ, સેઝવાન સોસ ,ચીઝ વગેરે ઉમેરી સેન્ડવિચ નું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકો માટે એક સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (23)