ઓરીઓ મોદક (Oreo Modak Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 4 પેકેટ ઓરીઓ બિસ્કીટ
  2. 1 ટી સ્પૂનઘી
  3. 4 ટેબલ સ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  4. 2 ટેબલ સ્પૂનડેસિકેટેડ નાળિયેર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સોથી પહેલા બિસ્કીટ માંથી ક્રીમ અલગ કાઢી અને બિસ્કીટ ને અલગ કરી દો. પછી મિક્સર જાર માં બિસ્કીટ ને ક્રશ કરી લો. બિસ્કીટ ના પાઉડર ને એક બાઉલમાં લઈ તેમાં ઘી અને કન્ડેન્સ્ડ મિલ્ક નાખી મિશ્રણ ને મિક્સ કરી એક લોટ જેવું બાંધો.

  2. 2

    હવે બીજા બાઉલમાં ઓરીઓ બિસ્કીટ ની ક્રીમ અને ડેસિકેટેડ નાળિયેર લઈ બંને ને સારી રીતે મિક્સ કરી લો અને તેના નાના બોલ્સ બનાવી લો.

  3. 3

    હવે આપણે બિસ્કીટ નો બોલ વાળી તેને દબાવી વચ્ચે નાળિયેર નું બોલ્સ મૂકી ગોળ વાળી મોદક નો શેપ્ આપો એવી રીતે બધા મોદક તૈયાર કરી લો.

  4. 4

    ઓરીઓ મોદક તૈયાર છે. ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes