રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1/2 કપભાખરી નો લોટ
  3. 3/4 કપઘી
  4. 6-8બદામ
  5. 6-8કાજુ
  6. 15-20કિસમિસ
  7. 3-4ઈલાયચી નો પાઉડર
  8. પાઉડર ખાંડ સ્વાદ મુજબ
  9. 1/4 કપતેલ મોંણ માટે
  10. તળવા માટે તેલ
  11. 1/4 કપ+2 ટેબલ સ્પૂન પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવો અને ભાખરીનો લોટ મિક્સ કરી મોંણ નાખી મિક્સ કરો.થોડું થોડું પાણી એડ કરતા જઈ ટાઈટ કણક બાંધો

  2. 2

    કણક માંથી મુઠીયા બનાવી લો.તેલ ગરમ કરી ધીમી આંચે તળી લો.લાઈટ પિંક કલર ના થાય ત્યાં સુધી તળવા.

  3. 3

    હાથેથી મુઠીયા ના ટુકડા કરી વરાળ નીકળવા દો. થોડા ઠંડા થાય એટલે મિક્ષી જાર માં લઈ કરકરું પીસી ને લાડવા નો લોટ રેડી કરી લો.

  4. 4

    આ લોટ ને કોઈ એક વાટકા માં લઇ લો.વાટકો આખો ભરાય તે રીતે કરવું.એ જ વાટકા નું માપ લઈ અડધા થી થોડી ઓછી પા.ખાંડ લેવી.

  5. 5

    કાજુ -બદામ ના ટુકડા કરી લો.નોનસ્ટિક પેન માં ઘી લઈ ધીમી આંચે કાજુ બદામ ને રોસ્ટ કરી ને પ્લેટ માં લઇ લો.

  6. 6

    તેજ પેન માં લાડવા નો રેડી કરેલ લોટ એડ કરી પ્રોપર મિક્સ કરો.પા.ખાંડ, ઈલાયચી પા. એડ કરી મિક્સ કરો.કાજુ બદામ અને કિસમિસ એડ કરી મિક્સ કરી ઠંડુ થવા દો.

  7. 7

    ઠંડુ થયા બાદ તેમાંથી લાડવા વાળી ઉપર કાજુ મૂકી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes