શાહી પનીર પસંદા (Shahi Paneer Pasanda Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
4 વ્યકિત
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ૧ કપડુંગળીની પેસ્ટ
  3. ૧ કપટમેટાની પેસ્ટ
  4. ૧/૪ કપકાજુ મગજતરી/સીંગદાણાની પેસ્ટ
  5. ૨ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  6. ૧ નંગસૂકુ લાલ મરચુ વઘાર માટે
  7. ૧ નંગતમાલપત્ર
  8. તજ
  9. 2 લવીંગ
  10. 1 એલચો
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૨ ચમચીકાશ્મીરી મરચુ પાઉડર
  13. મીઠુ ટેસ્ટ મુજબ
  14. ૨ ચમચીબારીક સમારેલી ડુંગળી
  15. ૨ ચમચીખમણેલુ પનીર
  16. ૧ ચમચીબારી સમારેલા કેપ્સિકમ
  17. ૧/૩ કપકાજુના ટુકડા
  18. ગરમ મસાલો / કીચનકીંગ મસાલો ટેસ્ટ મુજબ
  19. ૧ ચમચીફ્રેશ ક્રીમ / મલાઈ
  20. કોથમીર જરુર મુજબ
  21. તેલ / ઘી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પનીરને ચોરસ કે ત્રિકોણાકાર કટ કરી લો.

  2. 2

    સ્ટફીંગ માટે એક બાઉલમાં બારીક સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ખમણેલું પનીર, આદુ મરચાની પેસ્ટ, મીઠુ, ગરમ મસાલો, કાજુના ટુકડા, કોથમીર નાખી સરસ મીકસ કરી લો.

  3. 3

    પનીર ને વચ્ચેથી કટ કરી સ્ટફીંગ ભરી તેને શેલોફ્રાય કરી લો.

  4. 4

    એક કડાઈમાં તેલ/ઘી લઈ તેમા સૂકુ મરચુ, તમાલપત્ર, તજ લવીંગ એલચો બાદીયા નાખી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં ડુંગળીની પેસ્ટ સાંતળો તે ટ્રાન્સપરન્ટ થાય એટલે ટમેટાની પેસ્ટ અને કાજુ મગજતરી/સીંગદાણાની પેસ્ટ નાખી સાંતળો.

  5. 5

    ગ્રેવીમાંથી તેલ છુટૂં પડે એટલે તેમાં ફ્રેશ ક્રીમ / મલાઈ નાખી હલાવી લો. હવે ગ્રેવી તૈયાર છે.

  6. 6

    હવે ગ્રેવીમાં શેલોફ્રાય કરેલ સ્ટફ્ડ પનીર નાખી ઉપર કાજુના ટુકડા તથા કોથમીરથી સજાવો તો તૈયાર છે શાહી પનીર પસંદા. તેને પરાઠા, નાન, ડુંગળી અને છાશ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes