પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#TT2 આ મૂળ લખનૌ, ઉત્તરપ્રદેશની વાનગી છે. આ વાનગીમાં પનીરની અંદર stuffing કરી તેને rich અને creamy ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે જે બીજી પંજાબી પનીર સબ્જી કરતા અલગ છે. મે આજે પહેલીવાર તેને બનાવવાનો પ્રયાસ કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે.

પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

#TT2 આ મૂળ લખનૌ, ઉત્તરપ્રદેશની વાનગી છે. આ વાનગીમાં પનીરની અંદર stuffing કરી તેને rich અને creamy ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે જે બીજી પંજાબી પનીર સબ્જી કરતા અલગ છે. મે આજે પહેલીવાર તેને બનાવવાનો પ્રયાસ કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧૨૫ ગ્રામ પનીર
  2. ગ્રેવી બનાવવા માટે ➡️
  3. ૧ નંગમોટી ડુંગળી
  4. ૧ નંગમોટુ ટામેટું
  5. ૨ ટેબલસ્પૂનકાજુ
  6. નાનો ટુકડો આદુ
  7. કળી લસણ
  8. ૨ નંગતજ
  9. ૨ નંગતમાલપત્ર
  10. ૨ ગ્લાસપાણી
  11. ૨ ટેબલસ્પૂનઘી
  12. ૩ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  13. ૨ ચમચીધાણજીરૂ
  14. ૨ ચમચીહળદર
  15. મીઠું - સ્વાદ અનુસાર
  16. ૨ ચમચીકસુરી મેથી
  17. ૧ નાની ચમચીખાંડ
  18. ૧ કપપાણી
  19. ૧ ચમચીઘરની મલાઈ અથવા ફ્રેશ ક્રીમ
  20. પનીરની અંદર ભરવા માટે ➡️
  21. ૨ ચમચીકોથમીર ફુદીનાની ચટણી
  22. ૩૦ ગ્રામ છીણેલું પનીર
  23. ૧ ચમચીકાજુના નાના કટકા
  24. ૧ ચમચીસુકી દ્રાક્ષ
  25. કોટીંગ માટે ➡️
  26. ૩-૪ ચમચી કોર્નફ્લોર
  27. ૩ ચમચીપાણી
  28. ચપટીમીઠું
  29. તેલ - તળવા માટે
  30. ગાર્નિશ કરવા માટે ➡️
  31. ૨ ચમચીઘરની મલાઈ અથવા ફ્રેશ ક્રીમ
  32. ૨ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગ્રેવી માટેની બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે એક કડાઈમાં પાણી ગરમ કરવા મુકો, પાણી ગરમ થઇ ગયા બાદ તેમાં ડુંગળી, ટામેટું, કાજુ, આદુ, લસણ, તજ અને તમાલપત્ર ઉમેરી ૧૦ મિનિટ માટે ઢાંકીને ચડાવો.

  3. 3
  4. 4

    ૧૦ મિનિટ બાદ ગેસ બંધ કરી તેને ઠંડુ કરી તેમાંથી તજ અને તમાલપત્ર કાઢી તેને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લેવી. જરૂર લાગે તો ગ્રેવીને એકવાર ગાળી લેવી.

  5. 5

    હવે એક વાટકામાં પનીરના અંદર ભરવા માટે કોથમીર ફુદીનાની ચટણી, છીણેલું પનીર, કાજુ તથા દ્રાક્ષને મિક્સ કરી લેવું.

  6. 6

    હવે શાક માટેના પનીરના મોટા કટકા કરી વચ્ચેથી ફોટામાં બતાવ્યા પ્રમાણે કાપો પાડી તૈયાર કરી લેવું.

  7. 7

    હવે તેમાં પનીરની અંદર ભરવા માટે તૈયાર કરેલ મિશ્રણ ભરી લેવું.

  8. 8

    હવે કોટીંગ માટેની વસ્તુઓ કોર્નફ્લોર, પાણી અને મીઠું મિક્સ કરી પાતળા ખીરા જેવું બનાવવું.

  9. 9

    હવે કડાઈમાં તેલ ગરમ કરી,પનીરના પિસીસને‌ કોર્નફ્લોર વાળા ખીરામાં ડુબાડી ગુલાબી એવા તળી લેવા.

  10. 10

    હવે ગ્રેવી માટે બીજી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ૧ ચમચી હળદર, ૧ ચમચી મરચું, ૧ ચમચી ધણાજીરૂ તથા ૧ ચમચી કસુરી મેથી ઉમેરી તરત જ ક્રશ કરેલી ગ્રેવી ઉમેરો.

  11. 11

    હવે તેને બરાબર હલાવી પછી તેમાં મીઠું અને બાકીનું હળદર, મરચું, ધાણાજીરૂ, કસુરી મેથી તથા ખાંડ ઉમેરી ૧ મિનિટ માટે ચડાવવું.

  12. 12

    હવે તેમાં પાણી ઉમેરી, ઢાંકીને ૫ મિનિટ માટે થવા દેવું.

  13. 13

    હવે તેમાં મલાઈ અથવા ફ્રેશ ક્રીમ ઉમેરી ગેસ બંધ કરી દેવો.

  14. 14

    હવે આ શાકને પીરસતી વખતે plate માં પહેલા ગ્રેવી પાથરો પછી તેને મલાઈ, કોથમીરથી સજાવી ઉપરથી તળેલા પનીરના pieces મૂકી ગરમાગરમ પરાઠા સાથે સર્વ કરો.

  15. 15

    તો તૈયાર છે સ્વાદિષ્ટ એવું પનીર પસંદા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes