પનીર બટર આલુ પરાઠા (Paneer Butter Aloo Paratha Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામબાફેલા બટાકા
  2. ઘઉંનો લોટ
  3. 1/2 કપટમેટાની પ્યુરી
  4. આદુ -મરચાની પેસ્ટ
  5. નાની ચમચીહિંગ
  6. મીઠા લીમડાના પાન
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  9. 1/4 ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચીહળદર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ખાંડ
  13. 1/2 ચમચીલીંબુના રસ
  14. ટોમેટો કેચપ
  15. લસણ ની લાલ ચટણી
  16. પનીર
  17. બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા બાફેલા નો છૂંદો કરી લો.ત્યારબાદ એક કઢાઈમાં થોડું બટર ગરમ કરવા મૂકો.ત્યારબાદ તેમાં હિંગ,મીઠા લીમડાના પાન, બટાકા ઉમેરી તેમાં બધા મસાલા ઉમેરો.ત્યારબાદ તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરો.હવે તેમાં મીઠું ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    ત્યારબાદ ઘઉંના લોટમાં મીઠું ઉમેરી લોટ બાંધી લો.

  3. 3

    ત્યારબાદ લોટ ના લુવા માંથી બે રોટલી વણી લો.

  4. 4

    ત્યારબાદ અંદર ની સાઇડ બંને રોટલીમાં કેચપ અને લસણ ની લાલ ચટણી લગાવી દો.ત્યારબાદ તેમાં એક રોટલી માં મસાલો પાથરો હવે ઉપર પનીર ખમણી દો.ત્યારબાદ બીજી રોટલી ઉપર બંધ કરી દો.

  5. 5

    હવે એક લોઢી ગરમ કરવા મૂકો.ત્યારબાદ તેમાં બટર ઉમેરી પરોઠું શેકી લો.

  6. 6

    ત્યારબાદ ગરમાગરમ પનીર બટર આલુ પરાઠા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

Similar Recipes