તુરીયા ટામેટાં નું શાક (Turiya Tameta Shak Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
ત્રણ લોકો માટે
  1. 500 ગ્રામતુરીયા
  2. 1સમારેલુ ટામેટું
  3. 10-15કળી સમારેલું લસણ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. પાણી જરૂર મુજબ
  9. 2 મોટી ચમચીતેલ
  10. હિંગ

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુરીયા ને સારી રીતે ધોઈ લેવા પછી તેની છાલ કાઢીને સમારી લેવા એવીજ જ રીતે ટામેટાં અને લસણને પણ સમારી લો

  2. 2

    હવે પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ અને હિંગ નાખી કરસન થોડું ગુલાબી થાય એટલે તેમાં સમારેલા તુરીયા નાખી મિક્સ કરી લેવું

  3. 3

    પછી તેમાં મીઠું લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું નાખી મિક્સ કરી તેની ઉપર ડીશ ઢાકીએની ઉપર પાણી મૂકી ધીમા ગેસ ઉપર ઢાંકીને ચડવા દેવું

  4. 4

    થોડીવાર પછી ડીશ ઉપર રાખેલું પાણી એની અંદર નાખી ફરીથી ચડવા દેવું

  5. 5

    તુરીયા થોડા ચડી જાય પછી એની અંદર સમારેલા ટામેટા ઉમેરી ટામેટા ચડી જાય ત્યાં સુધી ઢાંકીને તુરીયા અને ટામેટાંને ચડવા દેવા

  6. 6

    જો તમારે શાકમાંવધારે રસો જ હોય તો એમાં ફરી થોડું પાણી ઉમેરો

  7. 7

    તુરિયા ટામેટાં નું શાક મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes