લીંબુ આદુ ફુદીના નું શરબત (Limbu Ginger Pudina Sharbat Recipe In Gujarati)

Manshi Bhetariya
Manshi Bhetariya @cook_31451124
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ નંગમોટું લીંબુ
  2. ૧ ટુકડોઆદુ
  3. ફુદીનાનું પાન જરૂર મુજબ
  4. ખાંડ સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીજીરાનો પાઉડર
  6. 1/2 ચમચી સંચળ પાઉડર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. મરી પાઉડર જરૂર મુજબ
  9. બરફના ટુકડા જરૂર મુજબ
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ફુદીનાના પાન,આદુ અને લીંબુને પાણી થી ધોઈ લો. બધી સામગ્રી ભેગી કરી દો.

  2. 2

    મિક્સર ઝારમાં ફુદીના પાન,લીંબુનો રસ,ખાંડ નાખી ક્રશ કરી લો.થોડું પાણી નાખી થોડું વધારે ક્રશ કરી લો.

  3. 3

    એક બાવુલમાં તેને ગાળી જરૂર મુજબ પાણી રેડી દો.

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું,જીરું પાઉડર અને મરીનો પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    સરવિંગ ગ્લાસ માં થોડા બરફના ટુકડા નાખી શરબત ને સર્વ કરો. ઉપર જરા મરીનો ભુકો અને ફુદીનાના પાન નાખી ગારનીશ કરી દો.

  6. 6

    તો તૈયાર છે લીંબુ,આદુ,અને ફુદીનાનું શરબત આ શરબત પેટના રોગોનો નાશ કરે છે અને પાચક છે અને આ શરબત સરળતાથી બની જાય છે અને સ્વાદ માં ખુબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manshi Bhetariya
Manshi Bhetariya @cook_31451124
પર

Similar Recipes