શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૭૫૦ ગ્રામ ઢોસા નું ખીરું
  2. જરૂર મુજબ મીઠું
  3. મૈસુર મસાલા માટે (સ્ટફિંગ)
  4. ૪ નંગબટાકા બાફેલા
  5. ૩ નંગડુંગળી સમારેલી
  6. ટી. સ્પૂન તેલ
  7. ૧/૨ટી. સ્પૂન રાઈ
  8. ૧/૨ટી. સ્પૂન જીરું
  9. ૧/૨ટી. સ્પૂન અડદ ની દાળ
  10. ૭-૮ નંગ મીઠો લીમડા ના પાન
  11. ૧/૨ટી. સ્પૂન હીંગ
  12. ટે. સપુ આફુ મરચા ની પેસ્ટ
  13. ટી. સ્પૂન લસણ ની પેસ્ટ
  14. ટી. સ્પૂન હળદર
  15. ૧/૨ટી. સ્પૂન લાલ મરચું પાવડર
  16. ટી. સ્પૂન સાંભર મસાલો
  17. લીલા ધાણા સમારેલા
  18. ઢોસા ની લાલ ચટણી માટે
  19. ૪-૫ નંગ સૂકા લાલ મરચાં ગરમ પાણી માં પલાળેલા
  20. ૭-૮ કળી લસણ
  21. થોડી આંબલી
  22. મીઠું સ્વાદાનુસાર
  23. પાણી જરૂર મુજબ
  24. બટર
  25. સરવિંગ માટે
  26. સાંભર,નાળિયેર ની ચટણી
  27. લીલા ધાણા ફુદીના ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મૈસુર મસાલો એટલે સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં અડદ ની દાળ અને મીઠા લીમડા ના પાન ઉમેરો પછી તેમાં હીંગ,આદું મરચાં ની પેસ્ટ ઉમેરી હલાવી સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી ને થોડી ચડવા દો પછી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરી હલાવી લો.

  2. 2
  3. 3

    હવે તેમાં બાફી ને સમારેલા બટાકા ઉમેરી સ્મેશ કરી તેમાં હળદર,લાલ મરચું પાવડર,સાંભર નો મસાલો ઉમેરી હલાવી સમારેલા લીલા ધાણા ઉમેરી હલાવી બધું બરાબર મીક્સ કરી ૧ મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી લઈ.તો તૈયાર છે મૈસુર મસાલો.

  4. 4

    એક મિક્સર જારમાં પલાળેલા સૂકા લાલ મરચાં,આંબલી,લસણ,સ્વાદાનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરી લો તો તૈયાર છે ઢોંસા માં પાથરવા ની ચટણી.

  5. 5

    એક બાઉલ માં ખીરું લઈ તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી લો.એક નોનસ્ટિક તવી લઈ તેને ગરમ કરવા મુકો ગરમ થાય એટલે ઉપર પાણી છાંટી લૂછી લો અને તેના પર ૨ ચમચા ખીરું નાંખી પાતળો ઢોસો પાથરી લો ઉપર બટર અને લસણ ની લાલ ચટણી અને લીલા ધાણા ફુદીના ની ચટણી મૂકી તબેથા થી બધે લગાવી લેવી.

  6. 6

    હવે ઉપર તૈયાર કરેલ મૈસુર મસાલા નું સ્ટફિંગ પાથરી ઢોસા ને વાળી લેવો.

  7. 7

    સરવિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ તેને સાંભર, લીલા નાળિયેર ની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરવા.તો તૈયાર છે મૈસુર મસાલા ઢોંસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes