મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

મેં થોડા દિવસ પહેલાં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તો એની ચાસણી વધી હતી, એ વધેલી ચાસણી માંથી મેં મીઠી બૂંદી બનાવી છે જે મારી બહુ જ ફેવરીટ છે અને તેની સાથે ઘણી બધી બચપણ ની યાદો પણ જોડાયેલી છે. જેમ કે દિવાળી સમયે ઘર માં અલગ અલગ મીઠાઈ બનતી હોય તો ત્યારે ઘણી વખત ચાસણી વધે તો હંમેશા મમ્મી મારી ફેવરીટ મીઠી બૂંદી બનાવે, તો ત્યારે દિવાળી વેકેશન માં તો મજા મજા પડી જતી. 🥰😇
#LO #DIWALI2021

મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)

મેં થોડા દિવસ પહેલાં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તો એની ચાસણી વધી હતી, એ વધેલી ચાસણી માંથી મેં મીઠી બૂંદી બનાવી છે જે મારી બહુ જ ફેવરીટ છે અને તેની સાથે ઘણી બધી બચપણ ની યાદો પણ જોડાયેલી છે. જેમ કે દિવાળી સમયે ઘર માં અલગ અલગ મીઠાઈ બનતી હોય તો ત્યારે ઘણી વખત ચાસણી વધે તો હંમેશા મમ્મી મારી ફેવરીટ મીઠી બૂંદી બનાવે, તો ત્યારે દિવાળી વેકેશન માં તો મજા મજા પડી જતી. 🥰😇
#LO #DIWALI2021

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 1 કપચણા નો લોટ
  2. 1 કપકરતા થોડું ઓછું પાણી
  3. તળવા માટે તેલ
  4. 1/2 ટી સ્પૂનગ્રીન ફૂડ કલર (ઓપ્શનલ) (બીજો કોઈ પણ કલર લઈ શકાય)
  5. 2 ટેબલસ્પૂનકાજુ ના ટુકડા
  6. 1 ટેબલ સ્પૂનકિશમિશ
  7. 1 ટેબલ સ્પૂનમગજતરી ના બી
  8. 1 ટેબલ સ્પૂનપિસ્તા ના ટુકડા
  9. ગાર્નિશીંગ માટે
  10. કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 વાસણ માં ચણા નો લોટ લો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતાં જાઓ. બહુ જાડું નહીં અને બહુ પાતળું પણ નહીં એવું ખીરું તૈયાર કરવાનું છે. પાણી ની માત્રા લોટ ની ગુણવત્તા પર આધાર રાખે છે. વિડિયો માં બતાવ્યું છે. ચાસણી ફ્રીજ માંથી કાઢીને થોડી ગરમ કરી લેવાની છે જેથી બૂંદી ને absorb કરી શકે. મેં બનાવેલી ચાસણી માં ઈલાયચી અને કેસર ના તાંતણા હતા જ, તમારી ચાસણી માં ના હોય કે નવી બનાવતા હોય તો કેસર તથા ઈલાયચી ઉમેરવા.

  2. 2

    ગેસ પર તેલ ગરમ કરવા મૂકો.. ગેસ ની આંચ ફાસ્ટ જ રાખવાની છે. તેલ સરખું ગરમ થઈ જાય એટલે આંચ ધીમી કરી દેવી. આવું નહીં કરો તો બૂંદી બહાર થી કુક થયેલી લાગશે પણ અંદર થી કાચી રહેશે. બૂંદી પાડવા માટે અલગ ઝારો આવે છે એનો યુઝ કરવો. હવે ગરમ તેલ માં ચમચા માં ખીરું લઈ ઝારા ની મદદ થી વિડિયો માં બતાવ્યા મુજબ બૂંદી પાડી લેવી.

  3. 3

    બૂંદી ને ફાસ્ટ મધ્યમ આંચ પર તળી લેવી. બૂંદી તળાઈ જાય એટલે વાસણ માં કાઢી લો. આવી રીતે બધી બૂંદી તળી લો. મેં 1 બેચ ગ્રીન કલર ની બૂંદી નો પણ કર્યો છે. તમે તમારી મરજી મુજબ કોઈ પણ 1 કે વધારે રંગ વાપરી શકો છો.

  4. 4

    બધા ડ્રાય ફ્રુટ તૈયાર કરીને રાખી દો. બૂંદી ને ગરમ કરેલી ચાસણી માં નાખી દો. બધું ડ્રાય ફ્રુટ પણ નાખી દો. ઢાંકીને ચાસણી ને soak થવા દો. બૂંદી ચાસણી પી જશે. લગભગ 1/2 થી 1 કલાક બાદ બૂંદી ને ફ્રીજ માં મૂકી દો. 4 થી 5 કલાક ઠંડી થવા દો. પછી મનપસંદ રીતે સર્વ કરો. તો તૈયાર છે વધેલી ચાસણી માંથી બનતી મીઠી બૂંદી. બધું જ ડ્રાય ફ્રુટ અને બૂંદી ચાસણી માં soak થાય અને ઠંડા થાય પછી ટેસ્ટ માં બહુ ફાઇન લાગે છે.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes