કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)

#EB
#Cookpadindia
#Cookpadgujrati
મિઠાઈ કોઈ પણ પ્રકારની હોય પણ નાના મોટા દરેકની પ્રિય હોય છે. એમાં પણ ગુલાબ જાંબુ નું નામ સાંભળી બધાને ખાવાનું મન થઈ જાય છે. પાછુ એમાં પણ કાલા જાંબુ આવે એટલે.......વાહ વાહ....
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB
#Cookpadindia
#Cookpadgujrati
મિઠાઈ કોઈ પણ પ્રકારની હોય પણ નાના મોટા દરેકની પ્રિય હોય છે. એમાં પણ ગુલાબ જાંબુ નું નામ સાંભળી બધાને ખાવાનું મન થઈ જાય છે. પાછુ એમાં પણ કાલા જાંબુ આવે એટલે.......વાહ વાહ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ઉકાળી તેમાં (2થી 3મિનીટ ઠ ઠંડ થયા પછી) 1લીંબુ નાખી દૂધ ફાડવું. ચાળણીમાં મલમલનું કપડું મૂકી પનીર કાઢવું.
પનીર કાઢી પાણી થી ધોઇને 2 ક્લાક રેસ્ટ આપો.
માવો કઠણ હોય ત્યારે છીણી લો. અને તેમા પનીર નાખી મસળવું.
થોડાક દૂધમાં રવો 10 મિનીટ પલાળી રાખો. - 2
હવે 3 ચમચી મેંદો તથા ચપટી સાજીનાં ફૂલ નાખવાં.2 ચમચી પિસેલી સાકર નાંખી બધુ મિશ્રણ તૈયાર કરવું.
અહીંયા રેડી કરેલ મિશ્રણનાં 2 સરખાં ભાગ રેડી કરેલ છે. 1 st પ્લેન વ્હાઈટ કલર ની જરુર મુજબ ગોળી ઓ વાળવી. (કોઈ પણ પ્રકારની) - 3
હવે સ્ટફીંગ રેડી કરવા માટે ઉપર ઘટક માં બતાવેલ માપ પ્રમાણે બધા ડ્રાયફ્રુટસ અને ઈલાયચી પાઉડર મિક્સરમાં અધકચરો ભૂકો રેડી કરવો. આ સ્ટફીંગ સાથે જરુર મુજબ કેસર પીળો રંગ મિક્સ કરી કોઈ પણ પ્રકારની ગોળીઓ વાળવી. 2nd ગોળી ઓ પણ રેડી છે.
- 4
મોટી 1st વ્હાઈટ રંગની મોટી ગોળીમાં ખાડો કરી તેમાં નાની ડ્રાયફ્રુટસ વાળી નાની ગોળી વચ્ચે મૂકીવી. તિરાડ ન રહે તેમ સરસ ગોળીઓ વાળવી.
- 5
જરુર મુજબ એક પેનમાં ઘી ગરમ કરી ધીમા તાપે જાંબુ કાડો રંગ થઇ જાય ત્યા સુધી તળવા. ત્યાર બાદ ગૅસ બંધ કરી દો.
- 6
બીજી બાજુ એક પેન માં 500 ગ્રામ સાકર ડૂબે ત્યાં સુધી પાણી નાખી ચાસણી કરવી. સાકર મેલ્ટ થાય અને સહેજ ઉકળી એટલે ચાસણી રેડી કહેવાય. (સહેજ પાણી આંગળી પર ચીપકે એટલે ગૅસ બંધ કરી દો.)
- 7
હવે ગરમ ગરમ ગોળીઓ નાંખવી ચાસણીમાં.
5થી 6 ક્લાક ચાસણીમાં જાંબુ રહેવા દો. તો જાંબુ સરસ ફુલ્સે અને ચાસણી સાથે સોફ્ટ અને સેટ થઈ જાય છે. - 8
હવે આપણે રેડી કરેલ કાલા જામ (કાલા જાંબુ) રેડી થઇ ગયા છે. સર્વ કરો ગરમા ગરમ અથવા ઠંડ).
- 9
ગાર્નિશ કરો ચાંદીની વરખ અને ડ્રાય ગુલાબની પાંખડી. બાઊલ માં સર્વ કરો.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#cookpad#cookpadindia#foodforlife1527 ઇ બુકમાં કાલા જામુનનુ નામ આવ્યું એટલે બનાવવાનું મન થયું. મલાઈની છાશમાંથી પનીર બનાવ્યું . કાલાજામમાં માવો પણ વપરાતો હોય છે. પરંતુ ઘરમાં હતો નહી. તો મિલ્ક પાઉડરનો ઉપયોગ કરી કાલા જામુન બનાવ્યા... બહુ સરસ બન્યા. Sonal Suva -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#Sweet#Milkday#cooksnap#cookpadgujrati#cookpadindiaગુલાબ જાંબુ તો અવારનવાર બનાવુ છુ , કાલા જામુનની પહેલી વખત ટ્રાય કર્યા એ પણ મીલ્ક પાવડરમાથી ખુબ જ સરસ બન્યા માવામાથી જ બનાવ્યા હોય એવો ટેસ્ટ આવે છે઼ માવો ઈઝીલી ના મળે તો મીલ્ક પાઉડર બેસ્ટ ઓપ્શન છે Bhavna Odedra -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#week3 કાલા જામુન એક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માવા માંથી બનાવવામાં આવે છે. કાલા જામુન માં કાજુ, બદામ અને પીસ્તા નો ઉપયોગ કરીને સ્ટફિંગ કરવામાં આવે છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ડિઝર્ટ અથવા તો મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે છે. આ મીઠાઈ તહેવારોમાં અથવા તો ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ કાલા જામુન એકદમ ફ્લફી ને સોફ્ટ બન્યા છે. મેં આજે આ કાલા જામુન બનાવ્યા છે એમાં સ્ટફિંગ માં ઓરેન્જ કલર ની જગ્યાએ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે..અને આ જામુંન ને ચાંદી ની વરખ અને પિસ્તા ની કતરણ થી સજાવ્યા છે. આ કાલા જામૂન એ ગુલાબ જામુનન થી એકદમ સરખા મળતા જ આવે છે. આ બંને મીઠાઈઓ એક સમાન જ છે. મુખ્ય તફાવત ફક્ત રંગ માં જ રહેલો છે. ગુલાબ જાંબુ કરતા આ કાલા જામૂન વધારે સમય સુધી તળેલા હોય છે તેથી કાલા જામૂંન રંગ મા ઘાટા લાગે છે. Daxa Parmar -
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#week_3#cookpad_gu#cookpadindiaમેં આજે બનાવ્યા કાળા જામુન. એના સ્ટફિંગ માં મેં ઓરેન્જ કલર ની જગ્યા એ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. એને ચાંદી ની વર્ક અને પીસ્તા ની કતરણ થી સજાવ્યા છે.કાળા જામુન એ એક સૌથી લોકપ્રિય ભારતીય મીઠાઈ છે અને તે ગુલાબ જામુન નું કઝીન છે.કાળા જામુન જે દૂધના ઘનથી બને છે. આ તળેલા દડાને ઇલાયચી અને કેશરની સુગંધવાળી ખાંડની ચાસણીમાં બોળવામાં આવે છે. તેઓ સંપૂર્ણ ઉત્સવની સારવાર છે.માવા (સૂકા દૂધના ઘન) વડે બનાવેલા ઉત્તમ નમૂનાના કાળા જામુન.ગુલાબ જામુનથી તે કેવી રીતે જુદા છે. બંને મીઠાઈઓ આવશ્યકરૂપે સમાન હોય છે, મુખ્ય તફાવત રંગમાં રહેલો છે. ગુલાબ જામુનો કરતાં કાલા જામુન્સ લાંબા સમય સુધી તળેલા હોય છે તેથી તે તેમને રંગમાં ઘાટા બનાવે છે.કાળા = કાળા તેથી લાંબા સમય સુધી તળવાના કારણે તેઓનો કાળો રંગ હોય છે, તેઓ કાલા જામુન તરીકે ઓળખાય છે.તેમની ત્વચા પણ ગુલાબ જામુન કરતા થોડી વધારે જાડી છે. પણ મોટાભાગના કાલા જામુન સ્ટફ્ડ હોય છે.બાકી સમાન છે, તેઓ સમાન ઘટકનો ઉપયોગ કરે છે અને તે જ ખાંડની ચાસણીમાં ડૂબી જાય છે. Chandni Modi -
ચોકો સ્ટફડ કાલા જામુન (Choco Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EB#week3આપણે રૂટીન કાલા જામ ને ગુલાબ જાંબુ ટેસ્ટ કર્યા જ હોય છે પણ અત્યારે મે તેમા એક ટ્વીસ્ટ કરેલ છે. મે તેમાં વ્હાઈટ & ગીન ચોકલેટ તથા ચોકોચીપ્સ નુ સ્ટફીંગ કરેલ છે. બાળકોને કાલા જામ તોડે ત્યા જ ચોકલેટ મળે ને તેનો ટેસ્ટ આવે એટલે એક સરપાઈઝ પણ મળે ને ખુશ પણ થઈ જાય. Bindi Vora Majmudar -
-
-
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3મારા ફેવરીટ અને તહેવારોમાં ખાસ બનતા કાલા જામુન ભારતની લોકપ્રિય મીઠાઈ છે.. Ranjan Kacha -
-
-
કાલા જાંબુ (Kala Jamun Recipe In Gujarati)
આ એક માવો અને પનીરથી બનતી મિઠાઈ છે. આ વાનગી ગરમ તેમજ ઠંડી પણ ખાઈ શકાય છે આ વાનગી બનાવવા માં સહેલી અનેઝડપથી બનતી વાનગી છે તો ચાલો બનાવીએ કાલા જાંબુ#EB#Week3કાલાજાબુ Tejal Vashi -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3 કાલા જામુન એ એક ભારતીય મીઠાઈ છે.લગ્નપ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે.કાલા જામુન અલગ અલગ રીતે બનતા હોય છે.ટ્રેડિશનલી તેમાં માવો અને પનીર વાપરી ને બનાવાય છે.મેં ઈન્સ્ટન્ટ માવો બનાવી ને માવા અને પનીર માં થી બનાવ્યા તેમાં ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી અને કેસર નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ તો .......... આવી જાવ. Alpa Pandya -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3કાલા જામુન મોટે ભાગે માવા અને પનીર માંથી બને છે. પણ મેં મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. આ એક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે. તે ડિઝર્ટ તરીકે અથવા તો જમવા ની સાથે પીરસવા માં આવે છે. લગ્ન પ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે. તેની અંદર કાજુ, બદામ, પિસ્તા અને ઈલાયચી નું સ્ટફિંગ હોય છે. Arpita Shah -
ડ્રાયફ્રુટ સ્ટફિંગ ગુલાબ જામુન (Dryfruit stuffed Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#gulabjamunગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છે અને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ડ્રાયફ્રુટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવે એવી સ્વીટ.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)
મેં થોડા દિવસ પહેલાં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તો એની ચાસણી વધી હતી, એ વધેલી ચાસણી માંથી મેં મીઠી બૂંદી બનાવી છે જે મારી બહુ જ ફેવરીટ છે અને તેની સાથે ઘણી બધી બચપણ ની યાદો પણ જોડાયેલી છે. જેમ કે દિવાળી સમયે ઘર માં અલગ અલગ મીઠાઈ બનતી હોય તો ત્યારે ઘણી વખત ચાસણી વધે તો હંમેશા મમ્મી મારી ફેવરીટ મીઠી બૂંદી બનાવે, તો ત્યારે દિવાળી વેકેશન માં તો મજા મજા પડી જતી. 🥰😇#LO #DIWALI2021 Nidhi Desai -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week- 3 ગુલાબજાંબુ બધા જ તેહવાર માં લાવવા ગમતા સૌ ના પ્રિય હોય છે... Dhara Jani -
-
મુગ દાળની બરફી (Moong Dal Barfi Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujrati કઠોળ પાકોમાં મગ એ અગત્યનો પાક છે. ઘણા લોકો રોજિંદા ખોરાકમાં મગનો ઉપયોગ વિવિધ રીતે કરેછે. જેમકે, બાફીને, દાળ, શાક, ખીચડી વગેરે... વગેરે.. એજ રીતે મગની મીઠાઈ પણ વિવિધ પ્રકારનની અને રીત સાથે બને છે અને મગ એટલે પૌષ્ટિક ખોરાક છે. એટલે જ આપણે મગ નો ઉપયોગ વિવિધ સ્વરુપે કરીએપણ છીએ. આજે મેં પણ અહીં મુગ ની મોગર દાળ નો ઉપયોગ કરી એક સરસ મજાની બરફી બનાવી છે. બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જાય છે. ઘરમાં વપરાતી સામગ્રી નો ઉપયોગ કરી હલવાઈની દુકાનમાં મળતી બરફી જેવી બરફી બનાવી છે. આ મીઠાઈ દરદરી અને સોફ્ટ પણ બની છે. આ રેસીપી ગળ્યું ખાવા વાળા બધાને ભાવે એવી રેસીપી છે. Vaishali Thaker -
ગુલાબ જામુંન (Gulab Jamun Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ 1# કાલા ગુલાબ જાબુન# હોમ મેડ ખોયા ( માવા) દિવાળી સ્પેશિયલ Shah Leela -
-
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
-
કાલા જામુન કુલર(Kala Jamun Coolers recipe in Gujarati)
સ્વાદે મીઠા અને સહેજ ખટાશ પડતાં આ કાળા જાંબુ રાવણા તરીકે પણ ઓળખાય છે ડાયાબિટીસ પેશન્ટ માટે આ ખૂબ જ ગુણકારી છે તેના ઠળિયા માંથી પણ ઘણી બધી દવાઓ બને છે Sonal Karia -
ફરાળી હલવો (Farali Halwa Recipe in Gujarati)
#GA4#Week6#CookpadGujarati#CookpadIndia આ નવરાત્રિના ફરાળ દરમિયાન જો કાંઈ મીઠાઈ ખાવાનું મન થાય તો આ ઝટપટ બનતો ડ્રાયફ્રુટ થી ભરપૂર તપકીર નો હલવો તમને બધાને જરૂર ભાવશે! Payal Bhatt -
સ્ટફ કાલા જામુન (Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EBWeek 3કાલા જાંબુ પનીર, મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં ઇલાયચી, ગુલાબજળ, કેવડા કે કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે. Archana Parmar -
ઈન્સ્ટન્ટ માલપુવા (Instant Malpua Recipe In Gujarati)
#EB#Week12#Cookpadindia#Cookpadgujrati માલપુવા 8000 વર્ષો પહેલાંની એક મિષ્ટાન્ન છે. જે ખાસ કરીને તહેવારોનાં સમયે બનાવવામાં આવે છે.બીજી બધી મિઠાઈઓ કરતાં માલપુવા બનાવવામાં પણ સરળ છે. આ વાનગી ભારત, યુ.પી.,વેસ્ટ બંગાળ,નેપાલ, પાકીસ્તાન, ઓડીશામાં લોકપ્રિય ગણાય છે, સાથે બનાવવાની રીત થોડી અલગ અલગ પ્રકારની હોય છે. ઘણા લોકો એકલા માલપુવા ખાવાનું પણ પસંદ કરે છે, અને ઘણા લોકો રબડી સાથે ખાવાનું પસંદ કરે છે.માલપુવા એ એક પેનકેક જેવું જ હોય છે. આ વાનગી ને લોકો જમવામાં અથવા જમ્યા પછી લેવું પસંદ કરે છે. Vaishali Thaker -
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujratiવડાપાવ. (Mumbai street Food Vada Pav) વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે. Vaishali Thaker -
-
કાલા જામુન
આમ, જોવા જઈએ તો કાલા જામુનને ગુલાબજાંબુની જેમ જ બનાવવામાં આવે છે. ગુલાબજાંબુમાં સ્ટફિંગ ભરવામાં આવતું નથી અને તેને સોનેરી રંગના તળવામાં આવે છે જ્યારે કાલાજામુન બનાવવામાં પનીર તથા રવાનો ઉપયોગ કરવામાં આવે છે.અને એને થોડો વધુ વખત તળી કાળો રંગ આવે ત્યાં સુધી તળાવમાં આવે છે. જેથી ઉપર નું પડ થોડું સખત થાય. પણ એ અંદરથી એકદમ સૉફ્ટ હોય છે.આજે મેં કાલાજામુન બનાવ્યા છે. બહુ જ સરસ બન્યા હતા. જેથી તમારી સાથે રેશિપી શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (14)