ચોખા ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

#કુકબુક
# પોસ્ટ ૧
ચકરી ....પરંપરાગત ફરસાણ આપડે દર દિવાળી એ કૈક અલગ કરવાની ટ્રાય કરતા હોઈએ છે મીઠાઈ ,ફરસાણ વગેરે માં પણ જ્યાં સુધી ચકરી ના બને ત્યાં સુધી દિવાળી અધૂરી ગણાય ...નાના મોટા બધા નું મનપસંદ ફરસાણ છે .. અને દરેક ના ઘર માં એના વગર દિવાળી ઉજવાતી નહિ હોય એવું ફરસાણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬_૭
  1. ૫૦૦ ગ્રામ ચોખા નો લોટ
  2. ૨ ચમચા ઘર ની મલાઈ
  3. ૧ નાની ચમચીઅડદ નો લોટ
  4. ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. ૨ ચમચીતલ
  6. સ્વાદાનુસારમીઠુ
  7. ૧ ચમચીહળદર
  8. જરૂર મુજબતેલ તળવા માટે
  9. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક પાત્ર માં ચોખા નો લોટ લો તેમાં અડદ નો લોટ મિક્સ કરો

  2. 2

    હવે તેમાં મલાઈ,આદુ મરચાની પેસ્ટ,તલ,હળદર,મીઠું નાખી બધું બરાબર મિકસ કરો

  3. 3

    બરાબર મિક્સ કરી હવે ધીમે ધીમે જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધતા જાવ પરોઠા જેવો લોટ બાંધો

  4. 4

    ત્યારબાદ સેવ ગાંઠિયા ના સંચા માં ચકરી ની જાળી મૂકી લોટ ભરી ચકરી ગોળ ગોળ પાડતા જાવ

  5. 5

    તેલ ગરમ થાય એટલે માધ્યમ તાપ પર સહેજ બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળી લો

  6. 6

    ઠંડી પડે એટલે ફીટ ડબ્બા માં ભરી લો લગભગ ૧૦-૧૫દિવસ સુધી ફ્રેશ રહે છે....

  7. 7

    દિવાળી ના તહેવાર ને ચકરી ની મોજ માણી ઉજવણી કરો...😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Joshipura
Hema Joshipura @cook_26380252
પર

Similar Recipes