ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આ ચકરી બનાવવાની પદ્ધતિ એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. ચકરી બનવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. આ પદ્ધતિથી ચકરી ફટાફટ બની જશે અને ટી ટાઈમ સ્નેકમા ફટાફટ ખવાઈ પણ જશે.😊

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨-૩ વ્યકિત
  1. ૧ કપચોખાનો લોટ
  2. ૧ ટેબલસ્પૂનસફેદ માખણ/પીળુ માખણ
  3. ૧ ટી.સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  4. ૧ ટી.સ્પૂનસફેદ તલ
  5. ૧ ટી.સ્પૂનકાળા તલ
  6. ૧ ટી.સ્પૂનજીરું
  7. મીઠું - સ્વાદ અનુસાર
  8. પાણી - જરૂર મુજબ
  9. તેલ - તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાનો લોટ લઈ તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરી સાદા પાણીથી લોટ બાંધી લેવો.

  2. 2

    લોટ રોટલીના લોટ જેવો નરમ રાખવો અને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે રેસ્ટ આપવો.

  3. 3

    હવે સેવ પાડવાના સંચામાં ચકરીની જાળી મૂકી તેનાથી ચકરી પાડી લો.

  4. 4

    હવે કડાઈમાં તેલ લઇ, તેલ ગરમ થઇ ગયા બાદ ચકરીને મધ્યમ આંચે તળી લો.

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ એવી ચકરી. આ લોટ માં થી ફોટોમા બતાવ્યા મુજબ ચકરી સ્ટિક પણ બનાવી શકાય છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes