સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. ટામેટુ
  3. લીલું મરચું
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૪ ચમચીહળદર
  6. ચપટીહિંગ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ૫-૬ ચમચી તેલ
  10. ૧/૨ ચમચીજીરૂ
  11. પાણી જરૂર મુજબ
  12. ૫-૬ લીમડાના પાન
  13. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પહેલા બટાકા ને કટ કરી લેવા પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરુ અને લીમડો મૂકીને બટાકા નો વઘાર કરવો.

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢાંકી અને બટાકા ને ચડવા દેવા. બટાકા ચડે ત્યાં સુધીમાં ટામેટું અને મરચું ઝીણા સમારી લેવા.

  3. 3

    દસ મિનિટ પછી ચેક કરી લેવું બટાકા ચડી ગયા હોય તો તેમાં બધો મસાલો કરી મિક્સ કરી અને પછી તેને કોથમીર થી ગાર્નીશ કરી સર્વિંગ પ્લેટમાં સુકીભાજી સર્વ કરવી. આ સૂકી ભાજી ને ફરાળમાં પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes