ફણસી ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#EB
Wk 5
આ ટેડીશનલ ગુજરાતી શાક વન પોટ મીલ છે જે એકલું ખાવા માં આવે છે.

ફણસી ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)

#EB
Wk 5
આ ટેડીશનલ ગુજરાતી શાક વન પોટ મીલ છે જે એકલું ખાવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
1 સર્વ
  1. 200ગ્રામ ફણસી
  2. 1/2 ટી. સ્પૂન અજમો
  3. 1 ટે. સ્પૂન તેલ
  4. 1-2ગોળ
  5. ચપટી સાકર
  6. મીઠું
  7. 1 ટી. સ્પૂન લાલ મરચું
  8. 1/2 ટી. સ્પૂન ધાણા જીરું
  9. 1/2 ટી. સ્પૂન ગરમ મસાલો
  10. ઢોકળી --
  11. 1/4 કપ ઘઉંનો કકરો લોટ
  12. 2 ટી.સ્પૂન ચણા નો લોટ
  13. 1 ટી. સ્પૂન લાલ મરચું
  14. 1 ટી. સ્પૂન ધાણા જીરું
  15. 1/2 ટી. સ્પૂન ગરમ મસાલો
  16. 1 ટી. સ્પૂન સાકર
  17. ચપટી સોડા
  18. મીઠું
  19. પાણી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    ફણસી ને ચોખ્ખા પાણી માં ધોઈ,પેન માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે અજમો વધારવો.અંદર ઝીણી સમારેલી ફણસી નાંખી, 5 મીનીટ કુક કરવું.

  2. 2

    ઢોકળી -- થાળી માં ઘઉંનો કકરો લોટ, ચણા નો લોટ,લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, સાકર, સોડા, મીઠું નાખી મિક્સ કરવું. થોડું થોડું પાણી લઈ મીડીયમ કણક બાંધવી.

  3. 3

    કણક માં થી નાના નાના લુઆ કરી તેલવાળો હાથ કરી, દબાવી ને નાની નાની ઢોકળી તૈયાર કરવી.

  4. 4

    એકએક કરીને ઢોકળી ને ઉકળતી ફણસી માં નાંખી 5 મીનીટ કુક કરવુ. ઉપર તેલ દેખાય એટલે ગોળ નાખવો.ગોળ ઓગળે ત્યા સુધી ઉકાળવું.છેલ્લે સાકર,લાલ મરચું, ધાણા જીરું,થોડુંક જ મીઠું નાંખી મીકસ કરી, ગેસ બંધ કરવો.ગરમાગરમ સર્વ કરવું.

  5. 5

    આ વન પોટ મીલ છે,જે રાત ના જમવા માં ખાવા માં આવે છે. આ શાક ફૂલ મીલ ની કરજ સારે છે, જેમાં ફાઈબર અને protein છે, હૃદય અને diabetic friendly છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes