પારંપરિક  ગુજરાતી  દાળ (Gujarati Dal Recipe in Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ખાટી-મીઠી ગુજરાતી દાળ બધાના ઘરે બનતી જ હોય છે પણ બધાં ની બનાવાની રીત અલગ અલગ હોય છે. મેં અહિયા હું કેવી રીતે બનાવું છું એ રેસીપી મૂકી છે.વરસાદ માં ગરમાગરમ દાળ, સબડકા લઈ ને પીવાની બહુજ મઝા આવે છે. દાળ માં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે એટલે હેલ્થી તો છે જ.
#MRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વ
  1. 1 કપબાફેલી તુવેર ની દાળ
  2. 2ખારેક
  3. 1/4છાલ કાઢી ને સમારેલું સુરણ
  4. 2 ચમચીબેફેલી શીંગ
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 2 ચમચીગોળ
  8. 1લીલા મરચાં ની ચીર
  9. 1/2છીણેલું આદુ
  10. 2 નંગપલાળેલા કોકમ
  11. 1/2 નંગસમારેલું ટામેટુ
  12. મીઠું
  13. વઘાર માટે : 1 ચમચી ઘી
  14. 1/4 ચમચીરાઈ
  15. 1/4 ચમચીમેથી ના દાણા
  16. 8-10લીમડાનાં પાન
  17. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    તુવેર ની દાળ ને ચોખ્ખા પાણી માં ધોઈ અને કુકર માં સુરણ અને ખારેક સાથે બાફી લેવી. પછી બલેન્ડર ફેરવી ને એકરસ કરવી.અંદર બેઠેલી શીંગ નાંખવી.

  2. 2

    ટામેટું, આદુ, લાલ મરચું, હળદર,લીલા મરચાં ની ચીર, મીઠું, ગોળ અને કોકમ નાંખી મીકસ કરી ઉકાળવી.10 મીનીટ ઉકાળવી.દાળ જેટલી વધારે ઉકળશે એટલો એનો સ્વાદ વધારે સારો આવશે.

  3. 3

    વઘાર : વઘારીયા માં ઘી ગરમ કરી અંદર રાઈ અને મેથી નાંખી, હીંગ અને લીમડાનાં પાન નાંખી વઘાર દાળ માં રેડવો.

  4. 4

    છેલ્લે કોપરું અને કોથમીર થી સુશોભિત કરી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Similar Recipes