મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#prc
#cookpadgujarati
#cookpadindia
પાસ્તા ઘણા બધા અલગ અલગ શેઈપમાં અને અલગ અલગ ટાઈપ ના મળતા હોય છે. આ પાસ્તાને બનાવવાની રીત પણ થોડી થોડી અલગ હોય છે. Pasta in red sauce, pasta in white sauce, pasta in pink sauce એ રીતે અલગ-અલગ સોસ નો ઉપયોગ કરીને પણ અલગ અલગ સ્વાદના પાસ્તા બનાવી શકાય છે.
મેં આજે એલ્બો મેક્રોની પાસ્તા ને રેડ સોસ માં બનાવ્યા છે. આ પાસ્તાને મેં મગમાં ઉમેરી બેક કરી સર્વ કર્યા છે. આ રીતના પાસ્તા ખાવા ની નાના બાળકોને તો ખુબ મજા આવતી હોય છે. તો ચાલો જોઈએ આ પાસ્તા મેં કઈ રીતે બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
5-6 મગ માટે
  1. 200 ગ્રામએલ્બો મેક્રોની પાસ્તા
  2. 1 કપપાણી
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/4 કપસમારેલા કેપ્સીકમ
  5. 1/4 કપસમારેલી ડુંગળી
  6. 2 Tbspબાફેલી મકાઈના દાણા
  7. 2 Tbspબ્લેક ઓલીવ્સ સ્લાઈસ
  8. 3 Tbspપીઝા પાસ્તા સોસ
  9. 3 Tbspમેયોનીસ
  10. 1 Tspચીલી ફ્લેક્સ
  11. 2 Tspઓરેગાનો સીઝનીંગ
  12. જરૂરિયાત મુજબ ચીઝ
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    માઈક્રોવેવ સેઇફ બાઉલમાં મેક્રોની પાસ્તા લઈ તેમાં પાણી અને મીઠું ઉમેરી માઈક્રોવેવમાં પાંચ મિનિટ માટે માઇક્રો કરવાનું છે.

  2. 2

    આ પાસ્તાને માઇક્રોવેવ માંથી કાઢી ઠરી જાય એટલે તેમાં સમારેલી ડુંગળી, સમારેલાં કેપ્સિકમ અને મકાઈના દાણા ઉમેરવાના છે.

  3. 3

    ત્યારબાદ તેમા પીઝા પાસ્તા સોસ અને મેયોનીઝ ઉમેરવાનું છે.

  4. 4

    હવે તેમાં રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો સીઝનીંગ, ચીઝ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.

  5. 5

    બધુ બરાબર રીતે પાસ્તા તૂટે નહિ એ રીતે મિક્સ કરી લેવાનું છે.

  6. 6

    હવે આ પાસ્તાને મગમાં ઉમેરવાના છે અને તેના પર ફરી ચીઝ સ્પ્રેડ કરવાનું છે. તેના પર બ્લેક ઓલીવ્સ સ્લાઈસ અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે.

  7. 7

    આ મગને માઈક્રોવેવમાં બે મિનીટ માટે ગ્રીલ કરવાનું છે.

  8. 8

    જેથી મગ પાસ્તા સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  9. 9
  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes