ઓરિયો ડ્રાયફ્રૂટ સ્લાઈસ (Oreo Dryfruit Slice Recipe In Gujarati)

hetal patel
hetal patel @hetalchirag

ઓરિયો ડ્રાયફ્રૂટ સ્લાઈસ (Oreo Dryfruit Slice Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 પેકેટ ઓરિયો બિસ્કિટ
  2. 2 ટી સ્પૂનબદામ ના ટુકડા
  3. 2 ટી સ્પૂનઅખરોટ ના ટુકડા
  4. 2 ટી સ્પૂનપિસ્તા ના ટુકડા
  5. 4 ટી સ્પૂનખસ ખસ
  6. 2 ટી સ્પૂનમલાઈ
  7. 1/2 કપ દૂધ
  8. 3 ટી સ્પૂનકોપરા નું છીણ
  9. 1 ટી સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા જ ઓરિયો બિસ્કિટ લઇ તેમાંથી ક્રીમ અલગ કરી લો.પછી એક મિક્સર જાર માં બિસ્કિટ ને ક્રશ કરી તેનો ફાઇન પાઉડર બનાવી લો.

  2. 2

    ત્યારબાદ બનાવેલ પાઉડર માં 2 ટી સ્પૂન મલાઈ અને દૂધ નાખી મીડિયમ કણક બાંધી લો.

  3. 3

    હવે એક પેન માં ખસ ખસ ને ડ્રાય રોસ્ટ કરી લો.
    - હવે એ જ પેન માં 1 ટી સ્પૂન ઘી લઈ ડ્રાયફ્રુટ રોસ્ટ કરી લો.

    - ત્યારબાદ અલગ કરેલ ક્રીમ લઇ રોસ્ટ કરેલ ડ્રાયફ્રુટ નાખો અને 3 ટી સ્પૂન કોપરા નું છીણ નાખી બરાબર મિક્સ કરી કણક બનાવી લો.

  4. 4

    ત્યારબાદ એક પ્લાસ્ટિક શીટ લઇ તેને ઘી થી ગ્રીસ કરી ડ્રાયફ્રુટ મિક્સર લઇ તેનો રોલ વાળી લો.

    - ત્યારબાદ ઓરીયો બિસ્કિટ ની કણક ને પ્લાસ્ટીક શીટ પર લઇ ઉપર બીજી શીટ મૂકી મીડિયમ થીક વણી લો.

    - હવે બીજી શીટ હટાવી તેની પર ડ્રાયફ્રુટ રોલ મૂકી એકદમ જ ટાઈટ રોલ વાળી લો.

    - હવે રોલ ને ખસ ખસ માં રગદોળી 15 મિનિટ માટે ફ્રીઝ માં સેટ થવા મૂકો.

  5. 5

    ત્યારબાદ રોલ ને ફ્રિઝ માંથી કાઢી કટ કરી લો.

    - તો તૈયાર છે એકદમ જ ડિલીસિયશ એવા ઑરીયો ડ્રાયફ્રુટ સ્લાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hetal patel
hetal patel @hetalchirag
પર

ટિપ્પણીઓ

Similar Recipes