કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

માઇલ્ડ અને સ્પાઇસી બંને રીતે બનાવી શકાય છે..પણ કોકોનટ ગ્રેવી માં હું માઈલ્ડ રીત જ પસંદ કરું છું..

કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

માઇલ્ડ અને સ્પાઇસી બંને રીતે બનાવી શકાય છે..પણ કોકોનટ ગ્રેવી માં હું માઈલ્ડ રીત જ પસંદ કરું છું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૩ નંગસ્વીટ કોર્ન (પીળા મકાઈ) ના બાફેલા દાણા
  2. ૧ કપનાળિયેર નું દૂધ
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગટોમેટો
  5. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ ચમચીલીલા ધાણા
  8. ૧ ચમચીતેલ
  9. ૧/૨ ચમચીજીરૂ
  10. મીઠું પ્રમાણસર
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મકાઈને બાફીને ઠંડા થાય એટલે દાણા છૂટા કરી લેવા અને નાળિયેર ને ગ્રેટ કરીને મિક્સર માં એનું દૂધ કાઢી લેવું.

  2. 2

    ડુંગળી ટામેટા ને એકદમ ઝીણા ટુકડા કરી લેવા

  3. 3

    હવે એક પેન માં તેલ લઇ જીરું નો વઘાર કરી ડુંગળી સાંતળી લેવી, transparent થાય એટલે ટોમેટો એડ કરી આદુ મરચા ની પેસ્ટ એડ કરી સાંતળી લેવું

  4. 4

    બધું એકરસ થાય એટલે તેમાં નાળિયેર નું દૂધ એડ કરી મીઠું નાખી સતત હલાવ્યા કરવું જેથી દૂધ ફાટે નહિ.

  5. 5

    ત્યારબાદ તેમાં મકાઈ ના દાણા એડ કરી બધા મસાલા કરી લેવા..જરૂર મુજબ થીક ગ્રેવી થાય એટલું પાણી ઉમેરવું.

  6. 6

    ૨-૩ મિનિટ માટે ઉકળવા દેવું.
    આ શાક ને બનતા વાર નથી લાગતી જો મકાઈ ના દાણા બાફેલા રેડી હોય તો..

  7. 7

    તો તૈયાર છે મકાઈ નું કોકોનટ ગ્રેવી વાળુ શાક,ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરવા...
    પરાઠા કે ગરમાગરમ રોટલી સાથે સરસ લાગે છે..
    મે પરાઠા સાથે સર્વ કર્યું છે..

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes