બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ.

બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)

પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૫ વ્યક્તિ માટે
  1. ૪ કપબાફેલા બાસમતી ચોખા (છુટા બાફવા)
  2. ૧ કપ સ્વીટ કોર્ન ના દાણા બાફેલા
  3. ૧/૪ કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  4. ૧/૩ કપગાજર ઝીણા સમારેલા
  5. ૧/૩ કપકોબીજ ઝીણી સમારેલી
  6. ૧/૩ કપડુંગળી ઝીણી સમારેલી
  7. ૨ નંગ લીલા મરચા
  8. ૩ ચમચીબટર
  9. ૧ નંગ તજ
  10. ૧ નંગ તમાલપત્ર
  11. ૩ નંગ લવીંગ
  12. ૧/૨ ચમચીહિંગ
  13. ૧ ચમચીહળદર
  14. ૧ ચમચીલીંબુનો રસ
  15. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તો ભાત છુટા બાફેલા લેવા (ભાત બાફતી વખતે તેમાં મીઠું ઉમેરી દો)સ્વીટ કોર્ન બાફી ને તેના દાણા કાઢી લો બઘા વેજીટેબલ સુધારી લો.

  2. 2

    ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા બટર નાખી તે ગરમ થાય એટલે તેમાં તજ તમાલપત્ર લવીંગ અને હિંગ નો વઘાર કરો.

  3. 3

    તેમા લીલા મરચા નાખો તેમાં ડુંગળી ઉમેરીને તેમાં ગાજર ને તેમાં મીઠું નાખી બરાબર મિક્સ કરો તેને થોડીવાર ચડવા દો કે પછી તેમા કેપ્સીકમ અને કોબીજ નાખી બરાબર મિક્સ કરો અને તેને ચડવા દો ત્યાર બાદ તેમા સ્વીટ કોર્ન ના દાણા ઉમેરો.

  4. 4

    ત્યાર બાદ તેમા બાફેલા ભાત ઉમેરી દો તેને બરાબર મિક્સ કરો તેમા લીંબુનો રસ નાખો તેને બરાબર હલાવવું.

  5. 5

    બટર સ્વીટ કોર્ન પુલાવ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes