પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

પાલક અને મેથી , એક હેલ્થી કોમ્બીનેશન જેમાં થી શાક, ફરસાણ, પરોઠા અને રોટલી પણ બને છે. બનેં બહુજ પોષ્ટીક છે એટલે શિયાળા માં એનો બને એટલો વધારે ઉપયોગ કરવો જોઈએ.
#CB5

પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)

પાલક અને મેથી , એક હેલ્થી કોમ્બીનેશન જેમાં થી શાક, ફરસાણ, પરોઠા અને રોટલી પણ બને છે. બનેં બહુજ પોષ્ટીક છે એટલે શિયાળા માં એનો બને એટલો વધારે ઉપયોગ કરવો જોઈએ.
#CB5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15  મીનીટ
2  સર્વ
  1. 1 1/2 કપસમારેલી પાલક
  2. 3/4 કપ સમારેલી મેથી
  3. 1 ટે.સ્પૂન કકરો ઘઉંનો લોટ
  4. 1 ટી સ્પૂનસમારેલું લીલું લસણ (ઓપ્શનલ)
  5. 1/2 ટે સ્પૂનરવો
  6. 2 ટે સ્પૂનબેસન
  7. 1/4 ટી સ્પૂનજીરું
  8. 1 ચપટીસોડા
  9. 1/4 ટી સ્પૂનસાકર
  10. 1 ટી સ્પૂનતેલ
  11. વઘાર માટે :
  12. 2 ટી સ્પૂન તેલ
  13. 1/2 ટી સ્પૂનરાઈ
  14. 1/2 ટી સ્પૂનતલ
  15. ચપટીહીંગ
  16. ગ્રીન ચટણી સાથે સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

15  મીનીટ
  1. 1

    પાલક અને મેથી ની ભાજી માં મીઠું ચોળી, 5 મીનીટ સાઈડ પર રાખવું. બનેં ભાજી માંથી પાણી નીચોવી ને કાઠી લેવું.

  2. 2

    બંને ભાજી ને બાઉલ માં લઈ ઘટક ની બધી વસ્તુઓ મિક્સ કરી, સોફ્ટ લોટ બાંધવો.

  3. 3

    તેલવાળો હાથ કરી, લોટ માં થી 2-3 લાંબા રોલ્સ વાળવા. રોલ્સ ને ગ્રીસ કરેલી જાળી ઉપર છુટા - છુટા મુકીને 20 મીનીટ સ્ટીમ કરવા.

  4. 4

    રોલ્સ ને કાઠી ને ઠંડા કરવા.પછી કટકા કરવા.

  5. 5

    વઘાર : એક પેન માં તેલ ગરમ કરી અંદર રાઈ અને તલ તતડાવી અંદર હીંગ નાંખી, પાલક- મેથી ના મુઠીયા નાંખી, 2-3 મીનીટ માટે સોતે કરવા.મુઠીયા થોડા કડક કરવા.

  6. 6

    ગરમાગરમ પાલક- મેથી ના મુઠીયા ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

  7. 7

    નોંધ : આ મુઠીયા માં લોટ બહુજ ઓછો વાપર્યો છે એટલે ખુબ જ હેલ્થી છે.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes