જાડા મઠીયા (Thick Mathiya Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

#CB4
#DFT
જાડા મઠીયા વગર અમને અમારી દિવાળી અધુરી લાગે.☺️☺️☺️
નાનપણથી મમ્મીના હાથના ખાધા છે. હું અહીં એ જ મમ્મીની રેસીપીને મુકી રહ્યો છું. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ચા સાથે ખાવાની મજા તો કાંઈ અલગ જ છે😋😋😋
તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે.😊😊😊

જાડા મઠીયા (Thick Mathiya Recipe In Gujarati)

#CB4
#DFT
જાડા મઠીયા વગર અમને અમારી દિવાળી અધુરી લાગે.☺️☺️☺️
નાનપણથી મમ્મીના હાથના ખાધા છે. હું અહીં એ જ મમ્મીની રેસીપીને મુકી રહ્યો છું. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ચા સાથે ખાવાની મજા તો કાંઈ અલગ જ છે😋😋😋
તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે.😊😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મઠનો લોટ
  2. ૧ ટી સ્પૂનઅજમો (અધકચરો વાટેલો)
  3. ૧/૨ ટી સ્પૂનહળદર
  4. ૧.૧/૨ ટે. સ્પૂન લાલ મરચું
  5. ૧/૪ ટી સ્પૂનહિંગ
  6. ૧ ટે. સ્પૂન ખાંડ
  7. ૨ ટે. સ્પૂન તેલ (મોણ માટે)
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. પાણી જરૂરીયાત મુજબ
  10. તેલ (તળવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટી કથરોટમાં લોટ લઈ તેમાં બધા મસાલા ઉમેરવા. ૪ ચમચી પાણીમાં ખાંડ ઓગાળી તે પાણી અને મોણનું તેલ ઉમેરવું.

  2. 2

    ત્યારબાદ થોડું થોડું પાણી લઈ ભાખરી જેવો લોટ બાંધવો. લોટને પરાઈથી ટીપીને થોડો નરમ કરવો.

  3. 3

    લોટ તૈયાર થાય એટલે તેના લાંબા રોલ વાળી લુવા કરવા.

  4. 4

    હવે લુવાના મોટા રોટલા વણી.ગોળ નાના કટર કે બાટલીના ઢાંકણાંથી કાપી (તમારી ઈચ્છા મુજબ નાના-મોટા રાખી શકો), કોટન કપડા પર ગોઠવવા. 1/2 કલાક એમ જ રહેવા દેવા.

  5. 5

    ત્યારબાદ ભેગા કરી, ધીમા ગેસ પર તાવડીમાં તેલ ગરમ થાય એટલે દરેક મઠીયાને ઉપર-નીચે ફેરવી તળી લેવા.
    (નોધઃ ગેસની ફ્લેમ મોટી રાખશો તો કાચા રહી જશે.) સહેજ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેવા.

  6. 6

    આપણા ખુબ જ ટેસ્ટી જાડા મઠીયા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes