6 ઈન 1 બિરયાની

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
3 વ્યક્તિ
  1. ૨ કપ રાન્ધેલા ભાત
  2. ૨ ટે. સ્પૂન પાલક ની ગ્રેવી
  3. ૨ ટે. સ્પૂન બીટ નું છીણ
  4. ૨ ટે. સ્પૂન ગાજર નું છીણ
  5. ૨ ટે. સ્પૂન ટોમેટો ગ્રેવી
  6. ૨ ટે. સ્પૂન લીલી હળદર નું છીણ
  7. ૨ ટે. સ્પૂન ઘી
  8. મીઠુ સ્વાદ અનુસાર
  9. શાક માટે
  10. 5ટે. સ્પૂન તેલ
  11. ૨ નંગ બાફેલા બટેટા
  12. ૧ કપ બાફેલા વટાણા
  13. ૧/૪ કપ કોબી
  14. ૧/૪ કપ રીંગણ
  15. ૧/૪ કપ ગાજર
  16. ૧/૪ કપ લીલી ચોળી
  17. ટુકડા૩ નંગ ટામેટા નાં
  18. ૨ ટે. સ્પૂન આદું મરચા ની પેસ્ટ
  19. લીમડા નાં પાન
  20. ૨ ટુકડા દરેક નાં - તજ, લવિંગ, એલચી, બાદિયાણા, તમાલપત્ર.
  21. ૧ ટી. સ્પૂન હળદર
  22. ૧ ટી. સ્પૂન લાલ મરચુ
  23. ૧ ટી. સ્પૂન ગરમ મસાલો
  24. ૧ ટી. સ્પૂન બિરયાની મસાલો
  25. ૧ ટી. સ્પૂન લીંબુ રસ
  26. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ભાત નાં છ સરખા ભાગ કરી લો.એક તપેલી માં ઘી મુકી ને પાલક ની ગ્રેવી સાંતળી લેવી અને તેમાં થોડા ભાત ઉમેરી દો. આવી જ રીતે પાંચ ભાગ તૈયાર કરી લો. છઠા ભાગ નાં ભાત સફેદ જ રહેવા દો.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ મૂકો શાક માટે. તેમાં ખડા મસાલા ઉમેરો. ત્યાર બાદ કોબી, ગાજર,રીંગણ, ચોળી ઉમેરી ચડવા દો.

  3. 3

    હવે તેમાં આદું મરચા ની પેસ્ટ, બધાં મસાલા, ટોમેટો નાં ટુકડા નાખી ને બરાબર મિક્ષ કરી થોડી વાર ચડવા દો. લીલી ડુંગળી તથા લસણ પણ ઉમેરી શકાય.

  4. 4

    એક બાઉલ અથવા ગ્લાસ માં ભાત નાં અલગ અલગ લેયર કરી શાક નું લેયર કરવું. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બિરયાની તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes