સૂંઠ ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#CB6

બેવડી સીઝનમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે. સીઝન બદલાય ત્યારે ઘણા લોકોને શરદી, ઉધરસ અને વાઈરલ ઈન્ફેક્શન થઈ જાય છે. આવામાં જો તમે સૂંઠ ગંઠોડાની રાબ પીશો તો તરત રાહત મળશે. આટલું જ નહિ, સંધિ ઋતુમાં રાબ પીવાથી રોગ થતા અટકાવી શકાય છે,,

સૂંઠ ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#CB6

બેવડી સીઝનમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે. સીઝન બદલાય ત્યારે ઘણા લોકોને શરદી, ઉધરસ અને વાઈરલ ઈન્ફેક્શન થઈ જાય છે. આવામાં જો તમે સૂંઠ ગંઠોડાની રાબ પીશો તો તરત રાહત મળશે. આટલું જ નહિ, સંધિ ઋતુમાં રાબ પીવાથી રોગ થતા અટકાવી શકાય છે,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીઘી
  2. 1 ચમચીઘઉંનો કકરો લોટ
  3. 1/2 ચમચી ગંઠોડાનો પાઉડર
  4. 3/4 ચમચીસૂંઠ
  5. 1 મોટી ચમચીસમારેલો ગોળ
  6. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળનું પાણી તૈયાર કરવાની રીતઃ
    એક વાસણમાં પાણી ઉકાળવા મૂકો અને તેમાં કતરણ કરેલો ગોળ નાંખી તેને ઉકળવા દો,અને ગરણી વડે ગાળી લ્યો

  2. 2

    લોટ શેકવાની રીતઃ
    પાણી ઉકળે ત્યાં સુધી એક કડાઈ માં ઘી મૂકી તેમાં ઘઉંનો કકરો લોટ શેકી લો. લોટ બદામી રંગનો થાય અને શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો. લોટ શેકાય એટલે તેમાં સૂંઠ અને ગંઠોડા ઉમેરો

  3. 3

    રાબ બનાવવાની રીતઃ
    હવે શેકેલા લોટમાં ગોળનું ઉકળી ગયેલુ પાણી ઉમેરી તેને ઉકળવા દો. ધીરેધીરે લોટ વાળુ મિશ્રણ ઘટ્ટ થતુ જશે. પાંચેક મિનિટ રાબ ઉકળે એટલે તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes