વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#CB2
વઘારેલા ભાત એ ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતી વાનગી છે જે વધેલા ભાત નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બચેલા ભાત નો ઉપયોગ કરવાની આ એક સારી રીત છે. જો તમે ચાહો તો તાજા ભાત નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. સદા ઘટકો થી બનતી આ વાનગી છે જે સાંજ ના સમયે ભોજન સાથે સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો રાંધેલા ભાત
  2. 1 ચમચીતેલ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચમચીશીંગદાણા
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીઅડદ ની દાળ
  9. ચપટીહિંગ
  10. 5-7મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    ભાત માં હળદર, મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ ઉમેરી તતડે એટલે હિંગ, અડદ ની દાળ, લીમડો અને શીંગદાણા ઉમેરી દાળ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે શીંગદાણા પણ સેકાઈ ગયા હશે. એટલે ભાત ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    સરસ મિક્સ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો.

  5. 5

    તો તૈયાર છે વઘારેલા ભાત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes