ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#GA4
#Week17
#cheese
ચીઝ વાળી કોઈપણ આઈટમ છોકરાઓને ખૂબ ભાવે છે.એમાં પણ ગાર્લિક બ્રેડ નાના છોકરાઓને ખૂબ ભાવે છે.જે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ની રેસીપી હું અહીં મૂકું છું.

ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)

#GA4
#Week17
#cheese
ચીઝ વાળી કોઈપણ આઈટમ છોકરાઓને ખૂબ ભાવે છે.એમાં પણ ગાર્લિક બ્રેડ નાના છોકરાઓને ખૂબ ભાવે છે.જે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ની રેસીપી હું અહીં મૂકું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૩૫ મિનિટ
3 થી ૪ વ્યકિત
  1. ૧૦ થી ૧૨ નંગ - બ્રેડ
  2. ૧/૨ કપ- ફોલેલું લસણ
  3. ૨૦૦ ગ્રામ - બટર
  4. ૧ કપ- લીલા ધાણા ઝીણા સમારેલા
  5. ૨૦૦ ગ્રામ - ચીઝ (મોઝરેલા અથવા સાદું)
  6. ૧ ચમચી- ઓરેગાનો
  7. ૧ ચમચી- પીઝા મસાલા
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણને ખાંડી લેવું અથવા ચીલી કટરમાં ક્રશ કરી લેવું. (લસણની પેસ્ટ કરવાની નથી.)
    ત્યાર પછી એક કડાઈમાં ૧ ચમચો બટર લઈ ગેસ પર ધીમા તાપે મુકી બટર ઓગળે એટલે તેમાં ખાંડેલું લસણ નાખવું. લસણને એક મિનિટ સાંતળવું.

  2. 2

    પછી તેમાં ચપટી મીઠું અને ૧ ચમચો લીલા ધાણા સમારેલા નાખવા.

  3. 3

    બધું મિક્સ કરવુું પછી ગેસ બંધ કરી ગેસ ઉપરથી ઉતારી લેવું. થોડું ઠંડુ થવા દેવું

  4. 4

    હવે એક વાસણમાં ચીઝ છીણી લેવું. (મારી પાસે બંને ચીઝ હતા એટલે મેં બંને અડધા અડધા લીધા છે. કોઈપણ એક ચીઝ પણ વાપરી શકાય.)પછી તેમાં ઓરેગાનો, પીઝા મસાલા, લીલા ધાણા, અને મીઠું નાખી બધું મિક્સ કરી લેવું.

  5. 5

    હવે એક તવી લઇ ગેસ ઉપર મૂકી તેમાં બ્રેડને એક સાઈડ ઉપર બટર લગાવવું બટર લગાવેલી સાઇડે તવીમાં મૂકવું સહેજ શેકાઈ જાય એટલે બ્રેડને ફેરવી શેકાઈ ગયેલી સાઇડે સાંતળેલા લસણ નું પાતળું લેયર પાથરવું.

  6. 6

    પછી તેની ઉપર તૈયાર કરેલું ચીઝ પાથરવું પછી ઢાંકણ બંધ કરી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બ્રેડને તવી પર રહેવા દેવુ.

  7. 7

    ચીઝ મેલ્ટ થઈ જાય એટલે બ્રેડ બહાર કાઢી આ રીતે બધી જ બ્રેડ બનાવી લેવી પછી બ્રેડને કટ કરી સર્વ કરવી. તો તૈયાર છે ગાર્લિક બ્રેડ. ગરમાં-ગરમ ગાર્લિક બ્રેડ ને કેચપ સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

Similar Recipes