બ્રેડ પનીર પકોડા (Bread Paneer Pakoda Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB7
#week7
#છપ્પન ભોગ ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યકિત
  1. 4 નંગબ્રેડ
  2. 2 નંગબાફેલા બટાકા
  3. 2સ્લાઈઝ પનીર
  4. 1 ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  5. 1 ટેબલ સ્પૂનખજૂર-આંબલી ની ચટણી
  6. 1 ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  7. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1 ટી સ્પૂનધાણાજીરા નો પાઉડર
  9. 1 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 કપબેસન
  13. 2 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  14. 1/4 ટી સ્પૂનહળદર
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં બેસન, ચોખા નો લોટ, હળદર,મીઠું અને પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરી લેવું. એક કડાઇ માં તેલ ગરમ કરવા મુકવું.

  2. 2

    બીજા એક બાઉલમાં બાફેલા બટાકા મેસ કરી તેમાં લીલા મરચાં ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર, આમચૂર પાઉડર, સમારેલી કોથમીર અને મીઠું ઉમેરી પુરણ બનાવી લેવું.

  3. 3

    હવે 2 બ્રેડ ઉપર ગ્રીન ચટણી અને બીજા 2 બ્રેડ ઉપર ખજૂર-આંબલી ની ચટણી લગાવી પછી એક બાજુ બટાકા નું પુરણ અને બીજી બાજુ પનીર મુકવું.

  4. 4

    હવે બંને બ્રેડ ને ભેગી કરી હથેળી મા દબાવી લેવી. પછી તેને બેસન ના ખીરા માં બોળી ગરમ તેલ માં પકોડા ને તળી લેવા.

  5. 5

    હવે તેને વચ્ચે થી કટ કરી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes