હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ઝૂડી પાલક ની ભાજી
  2. 1કેપ્સીકમ
  3. 100 ગ્રામફણસી
  4. 100 ગ્રામવટાણા
  5. 4બટાકા
  6. મીઠું ટેસ્ટ મુજબ
  7. 2 ચમચીગરમ મસાલો
  8. 2 ચમચીઆદું,મરચાં
  9. 2 ચમચીધાણા જીરું
  10. 1/2 ચમચી હીંગ
  11. 2 ચમચીતેલ
  12. 1 વાટકીરવો યા બ્રેડ ક્રમસ
  13. 1 વાટકીકોથમીર
  14. કાજુ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ની ભાજી ને પેહલા સાફ કરી લેવી અને સરખી રીતે 3,4 પાણી એ ધોઈ નાખવી અને તપેલી મા પાણી લઇ ને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટ્લે પાલક ની ભાજી ને 2 મિનીટ બાફી લેવી અને ગર્ણા મા નિતારીને કાઢી લેવી

  2. 2

    વટાણા,ફણસી ને 1 ઇંચ ની સુધારી લેવી,આદું,મરચાં ને ક્રંસ કરી લેવા,કેપ્સીકમ ને ઝીણા સુધારી લેવા બટાકા ને કૂકર મા બાફી લેવા

  3. 3

    લોયામા 2 ચમચી તેલ મુકી તેલ થાય એટ્લે ફણસી,વટાણા,કેપ્સીકમ વધારી અધકચરા રાખવા અને મિક્ષચર માં ઠંડું થાય પછી ફણસી,વટાણા,કેપ્સીકમ,અને બાફેલી પાલક ની ભાજી બધુ સાથે પીસી લેવું

  4. 4

    બધુ મિક્સ કરી ગ્રેવી બનાવવી અને મસાલો કરવો મીઠું, ધાણાજીરું,ગરમ મસાલો,હીંગ,આદું,મરચા,બટાકા નો છૂંદો અને કોથમીર બધુ મિક્સ કરી દેવું

  5. 5

    અને બધુ મિક્સ કરી ને કબાબ વાળી લેવા અને વચ્ચે કાજુ લગાવવા અને કબાબ ને રવા મા બોળી ને રગદોડવા

  6. 6

    અને ગેસ ઉપર તાવડો મુકી તેલ ગરમ કરવા મૂકવું તેલ થાય એટ્લે કબાબ તળી લેવા અને થોડા કબાબ રવા મા બોળ્યા વગર તળીયા છે અમુક રવા મા બોળી ને તળીયા છે હરાભરા કબાબ ને સર્વિંગ પ્લેટ મા સોસ સાથે સર્વ કરવા આ કબાબ ને પણ selo ફ્રાય કરી સકાય મે કબાબ તળીયા છે ખુબજ testy લાગે છે જરૂર ટ્રાય કરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ (8)

Similar Recipes