મેથી લાડુ.(Methi Ladoo Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#CB8
Post 2
શિયાળામાં વસાણાં નો ઉપયોગ કરી આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવી.મેથી પાક ઉત્તમ વસાણું છે.મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.તે ઉપરાંત શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના દુ:ખાવા માં પણ મદદરૂપ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૫૦ ગ્રામ મેથી પાઉડર
  2. ૧ કપ ઘઉં નો કરકરો લોટ
  3. ૧/૨ કપ ચણા નો કરકરો લોટ
  4. ૧૧/૨ કપ દેશી ઘી
  5. ૨ કપ ગોળ
  6. ૧/૨ કપ ગુંદર
  7. ૧/૨ કપ ડ્રાયફ્રુટ પાઉડર
  8. ૨ ચમચી બત્રીસું પાઉડર
  9. ૨ ચમચી સૂંઠ પાઉડર
  10. ૨ ચમચી ગંઠોડા પાઉડર
  11. ૨ ચમચી ઝીણું કોપરું
  12. ૨ ચમચી મગજતરી
  13. ૧ ચમચી ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાયફ્રુટ શેકી લેવા.ઠંડા પડે એટલે તેનો પાઉડર બનાવી લેવો.ગુંદર ને ઘી માં તળી ને અધકચરો ભુક્કો કરી લેવો.

  2. 2

    ગેસ પર કડાઈમાં ઘી નાખી ઘઉં અને ચણા નો કરકરો લોટ અલગ ગુલાબી શેકી લેવા.તેમા મેથી પાઉડર,ડ્રાયફ્રુટ પાઉડર,સૂંઠ,ગંઠોડા,ઈલાયચી બત્રીસું,કોપરું,મગજતરી નાખી મિક્સ કરવા.

  3. 3

    હવે બે ચમચી ઘી માં ગોળ ગરમ કરી ઉમેરી દો. મિશ્રણ બરાબર મિક્સ કરી લેવો.ઘી વાળો હાથ કરી લાડુ વાળી લેવા.મેથી લાડુ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes