ગુંદર પાક

Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86

#ઇબુક૧
#૧
ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે.

ગુંદર પાક

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ gram- ગુંદર,
  2. ૧- વાટકી ઘઉં નો લોટ,
  3. ૫૦૦ગ્રામ - ઘી,
  4. ૧ વાટકી - છીણેલું કોપરું,
  5. ૧ વાટકી - કાજુ ક્રશ કરેલા
  6. ૧ વાટકી - બદામ ક્રશ કરેલી,
  7. ૧ વાટકી- દ્રIક્ષ,
  8. ૫૦૦ ગ્રામ- દળેલી ખાંડ,
  9. ૨૫ ગ્રામ- ઈલાયચી પાવડર,
  10. ૨૫ ગ્રામ -ખસખસ,
  11. ૨૫ ગ્રામ -સૂંઠ,
  12. ૨૦ ગ્રામ -ગંઠોડા પાવડર,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટને ઘીમાં શેકી નાંખો થોડો બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે તેને બીજા વાસણમાં કાઢી લો. હવે ફરી એક વાસણમાં ઘી લઇ ને ગોળ નાખો અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી શેકાવા દો. જ્યારે ગોળ ઓગળી ને ફુલlવવાની તૈયારી થાય ત્યારે તેમાં કાજુ બદામ પાઉડર દ્રાક્ષ સૂંઠ ગંઠોડા પાવડર અને દળેલો ગુંદર નાખીને બરાબર મિક્સ કરો. વચ્ચે ગાંઠ ના પડે એનું ધ્યાન રાખો. બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં ઘઉંનો શેકેલો લોટ ખસ ખસ ઈલાયચી પાવડર ઉમેરો અને બધું સરસ મિક્સ કરી દો પછી તેને મોટી થાળીમાં એકસરખું પાથરી દો.

  2. 2

    થોડું ગરમ હોય ત્યારે જ તેમાં કાપા પાડી દો અને પછી તેને ઠંડુ થવા મૂકો.આમ તો રાત્રે બનાવીને મૂકી દઈએ તો સવાર સુધીમાં સરસ ચોસલા જામી જાય છે. સવારે તેને અલગ પાડીને બીજા ડબ્બામાં કે કન્ટેનરમાં ભરી લો અને રોજ સવારમાં તેનો એક એક પીસ ખાઈને આનંદ લો.

  3. 3

    આશા રાખું છું કે આપને મારી આ વાનગી ગમી હશે. થેન્ક્યુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86
પર

Similar Recipes