મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

નાસ્તા માં ફેવરિટ..
ગમે ત્યારે ખાઈ શકાય .દરેક ઉંમર ના વ્યક્તિ ની મનપસંદ..

મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)

નાસ્તા માં ફેવરિટ..
ગમે ત્યારે ખાઈ શકાય .દરેક ઉંમર ના વ્યક્તિ ની મનપસંદ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
નાસ્તા માટે
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧/૪ કપસોજી
  3. ૧/૨ કપધોઈ ને કાપેલી મેથી ની ભાજી
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર
  6. ચમચો તલ
  7. ૧ ચમચીઅજમો
  8. ૧/૪ ચમચીહિંગ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૪ મોટા ચમચાતેલ અને ઘી મિક્સ,મોણ માટે
  11. પાણી પ્રમાણસર
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોટા વાસણ માં લોટ અને સોજી ચાળી લેવા.અને તેમાં સૂકા મસાલા અને મેથી નાખીને મિક્સ કરવું

  2. 2

    ત્યારબાદ મોણ નાંખીને લોટ ને ખુબ મિક્સ કરવો પછી થોડું થોડું પાણી નાખી થેપલા જેવો લોટ બાંધી ૧૦ મિનિટ rest આપવો.

  3. 3

    હવે લોટ ને પાછો કેળવી પૂરી જેવડા લૂઆ કરી,એકસરખી પૂરી વણી ફોક અથવા ચપ્પુથી કાણા પાડી દેવા અને બધી પૂરીઓ કપડાં પર પાથરી લેવી.

  4. 4

    તેલ ને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકવું અને કડાઈ માં સમય એટલી એક સાથે ૫-૬ પૂરી તળવા મૂકવી.બંને તરફ પિંક કલર આવે ત્યાં સુધી તળી લઈ કિચન પેપર પર કાઢી લેવી

  5. 5

    તો,તૈયાર છે સ્વાદિષ્ટ યમ્મી અને all time favourite મેથી પૂરી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes