હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

ભગવાન શ્રીકૃષ્ણનું અતિ પ્રિય એવું માખણ🍚
દહીમાંથી વલોવીને કાઢવા માં આવેલું માખણ સ્વાદિષ્ટ અને અમૃત સમાન છે જેને આયુર્વેદ મુજબ જોઈએ તો તેના જેવો ઉત્તમ બીજો કોઇ જ ખોરાક નથી. પણ એ ઘરનું જ તૈયાર કરેલું હોવું જોઈએ. માખણનું યોગ્ય માત્રામાં અને સાચી રીતે સેવન કરવામાં આવે તો વજન પણ વધતું નથી.કારણ કે તે ફેટવાળું ચોક્કસ છે છતાં સરળતાથી પચી જાય તેવું છે. માખણ સાથે સાકરનું મિશ્રણ એ લો બ્લડપ્રેશરની સૌથી સારી દવા છે. ખાવામાં હળવું , પૌષ્ટિક , બુદ્ધિવર્ધક અને ઠંડક આપનારું એવા માખણમાં વિટામિન A, D, K2 અને વિટામિન E રહેલા છે જેનું સેવન કરવાથી શરીર હૃદય અને આંખો સ્વસ્થ રહે છે.
તો આવો જોઈએ એકદમ સરળતાથી વધુ પ્રમાણમાં માખણ કાઢવાની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/૨૦ મિનિટ
બધા જ
  1. 1વીકની ભેગી કરેલી મલાઈ
  2. ૧ નાની વાટકીખાટુ દહીં
  3. 1મોટો બાઉલ બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૫/૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક અઠવાડિયાની ભેગી કરેલી મલાઈમાં એક વાટકી ખાટું દહીં ભેળવી અને બરાબર મળી જાય અને ખટાશ ની સુગંધ આવે ત્યાં સુધી ઢાંકી મુકો અંદાજે ૧૨ કલાકમાં મલાઈમાં સહેજ ખટાશ આવી જશે.

  2. 2

    ત્યારબાદ તેમાં બરફના ટુકડા ભેળવી બરાબર હલાવી લો.અને મિક્સર ની સૌથી મોટી જાર માં એક દોઢ ચમચો મલાઈ ઉમેરી બાકીની પૂરી જાર પાણીથી ભરી દો અને મિક્સરને એક ની સ્પીડ ઉપર બે થી ત્રણ સેકન્ડ માટે ફેરવો જેથી માખણ નો ગોળો ઉપર તરત જ અલગ થઈ જશે.

  3. 3

    આ માખણ વાપરવા માટે પણ ખૂબ સારું પડે છે અને આ પ્રોસેસ થી માખણ પ/૭ મિનિટમાં ફટાફટ ઉતરી જાય છે અને તેમાંથી ઘી બનાવતા કીટુ પણ ખૂબ જ ઓછી માત્રામાં ઉતરે છે અને ઘી પૂરેપૂરું મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes