હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#MA
Happy Mother's Day🙏🌹
''કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી ના શકાય. માં ના પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે''.🌸🌹
મારા મમ્મીએ શીખવાડેલી ઘર ની મલાઈ માંથી સરસ સફેદ માખણ અને કણીદાર ઘી બનાવવાની રીત આજે હું આમાં મૂકી રહી છું. ઘરનું ચોખ્ખું માખણ અને ઘી આપણે રોટલા અને રોટલીમા લગાવીને ખાઇ શકીએ છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી નીવડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  1. ૧ લિટરદૂધ
  2. બાઉલ ઘરની મલાઈ
  3. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા દૂધને ગરમ કરવું. દૂધને ગરમ કર્યા પછી સાતથી આઠ કલાક દૂધને ઠંડુ થવા દેવું. દૂધ ઠંડુ થઈ જાય પછી તેમાં જે ઉપરથી જાડી મલાઈ હોય તે ચમચીની મદદથી કાઢી લેવી અને આ રીતે પાંચથી સાત દિવસ સુધી ની મલાઈ એક મોટા વાસણમાં ભેગી કરવી. આ ભેગી કરેલી મલાઈમાં રોજ 1/2 ચમચી મેરવણ ઉમેરવું.
    નોંધ :- મેરવણ ઉમેરવાથી મલાઈ બગડી નથી જતી અને વાસ નથી આવતી અને આ મલાઈને પાંચથી સાત દિવસ સુધી ફ્રિજમાં રાખવી એટલે બગડે નહીં નહીતર ગરમીની ઋતુમાં મલાઈબગડી જાય છે.

  2. 2

    પાંચથી સાત દિવસ પછી આ ભેગી કરેલી મલાઈ માં જરૂર મુજબ પાણી ઉમેરી ને ઝરણી ની મદદથી ૫-૭ મિનિટ સુધી વલોવી લેવી એટલે તેમાંથી માખણ ઉપર તરી આવશે.

  3. 3

    હવે આ માખણ અને હાથની મદદથી બાઉલમાં કાઢી લેવું. ૧ લીટર દૂધમાંથી આ રીતે બે બાઉલ જેટલું માખણ નીકળશે. તો તૈયાર છે આપણું ઘર નું બનાવેલું ચોખ્ખું માખણ.
    નોંધ :- આ બધું માખણ કાઢ્યા પછી તે માખણ વાડી છાશ બની જશે તેનો ઉપયોગ તમે પીવામાં કરી શકો છો.

  4. 4

    હવે આ માખણને તપેલામાં ભેગુ કરી અને ગેસ પર ઘી બનાવવા માટે ગરમ કરવા મૂકવું. પહેલા થોડી વાર ગેસ નો તાપ ફાસ રાખવો પછી ધીમા તાપે ઘી થવા દેવું.

  5. 5

    પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે રાખીને થવા દેવું એટલે તેમાંથી ઘી છૂટું પડી જશે. પછી ગેસ બંધ કરી અને ગરણી ની મદદ થી ઘી ને ગાડી લેવું.

  6. 6

    તૈયાર છે આપણું ઘરની મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી અને માખણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Top Search in

Similar Recipes