કચરીયુ કપ / સાની કપ (kachariyu cup recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#CB10
#week10
#cookpadgujarati
#cookpadindia
કચરીયુ એક પ્રખ્યાત ગુજરાતી કાઠીયાવાડી વસાણું છે. ગુજરાતી લોકો માં શિયાળાની સીઝનમાં તલ માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ પ્રિય છે. "કચરીયુ" એટલે ગ્રાઈન્ડ કરવું એટલે બધી જ સામગ્રીને મિક્સ કરીને દળવી.
કચરિયા માં તલને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરી ફરી ગ્રાઇન્ડ કરવામાં આવે છે.
કચરીયુ બનાવવા માટે વપરાતી સામગ્રીમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા સારા પોષક તત્વો મળે છે. તેથી શિયાળાની સીઝનનું સ્પેશિયલ એવું આ વસાણું ખૂબ જ હેલ્ધી છે. કચરીયુ કાળા તલ અને સફેદ તલ તેમ બંને પ્રકારના તલ માંથી બનાવી શકાય છે. કચરીયા ને સાની તરીકે પણ ઓળખવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5-6 કપ
  1. કચરીયુ બનાવવા માટે:
  2. 1 કપકાળા તલ
  3. 1/2 કપનરમ અને ઠળિયા વગરનો ખજુર
  4. 1/2 કપસુકા ટોપરાનું ખમણ
  5. 1/2 કપનરમ ગોળ
  6. 1 Tspગંઠોળા પાવડર (પીપરીમૂળ પાવડર)
  7. 1.5 Tspસુઠ પાવડર
  8. 1/4 Tspજાયફળ પાવડર
  9. 1/2 Tspએલચી પાવડર
  10. 1/2 Tspખસખસ
  11. 2 Tspતલનું તેલ
  12. કપ બનાવવા માટે:
  13. 1/2 કપસુકા ટોપરાનું ઝીણું ખમણ
  14. 3 Tbspમિલ્કમેડ (કન્ડેન્સ મિલ્ક)
  15. 1/2 Tspવેનીલા એસન્સ
  16. કચરીયુ કપ બનાવવા માટે:
  17. કપને ગ્રીસ કરવા માટે ધી
  18. ગાર્નિશીંગ માટે સુકા ટોપરાનું ખમણ
  19. બદામની કતરી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ કચરીયુ બનાવવા માટેની બધી જ સામગ્રી તૈયાર કરી લેવાની છે.

  2. 2

    કાળા તલને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેમાં પોચો મેશ કરેલો ખજૂર ઉમેરવાનો છે.

  3. 3

    સુકા ટોપરાનું ખમણ અને પોચો ગોળ ઉમેરવાનો છે અને બધું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ત્યારબાદ આ મિક્ચરને એક બાઉલમાં લઈ લેવાનું છે.

  4. 4

    હવે તેમાં બધા જ મસાલા(વસાણા) અને તેલ ઉમેરવાનું છે.

  5. 5

    બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી કાળા તલનું કચરીયુ તૈયાર થઈ જશે જેને સાઈડ પર રાખી દેવાનું છે.

  6. 6

    કપ બનાવવા માટે એક બાઉલમાં ટોપરાનું ખમણ લઈ તેમાં મિલ્કમેડ અને વેનિલા એસેન્સ ઉમેરવાનું છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  7. 7

    સિલિકોન કપને ધી થી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલું ટોપરાનું આ મિશ્રણ વચ્ચે જગ્યા રહે એ રીતે ભરવાનું છે.

  8. 8

    હવે તેમાં તૈયાર કરેલું કચરીયુ ભરવાનું છે. આ તૈયાર કરેલા કપને ફ્રીઝ માં દસ મિનિટ માટે સેટ થવા માટે રાખવાના છે.

  9. 9

    ત્યારબાદ તેને સિલિકોન કપમાંથી અનમોલ્ડ કરી, ટોપરાના ખમણ અને બદામ કતરી વડે ગાર્નીશ કરી સર્વ કરી શકાય.

  10. 10

    તૈયાર કરેલા કચરીયા માંથી લાડુ વાળી કોપરાના ખમણમાં રગદોળી કચરીયા લડડુ પણ તૈયાર કરી શકાય.

  11. 11

    કચરીયા કપને મેં આ રીતે સર્વ કર્યા છે.

  12. 12
  13. 13
  14. 14
  15. 15
  16. 16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes