લીલી ડુંગળી, લીલું લસણ, કોથમીર અને ફુદીના ના થેપલા

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

લીલી ડુંગળી, લીલું લસણ, કોથમીર અને ફુદીના ના થેપલા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપલીલી ડુંગળી ઝીણી સમારેલી
  2. 1 કપફુદીનો ઝીણો સમારેલો
  3. 1 કપકોથમીર ઝીણી સમારેલી
  4. 1/2 કપ લીલું લસણ ઝીણું સમારેલું
  5. 1 કપજુવાર બાજરી નો લોટ
  6. અર્ધો કપ ઘઉંનો લોટ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીહળદર
  11. 1 ટીસ્પૂનહિંગ
  12. 1 tbspદહીં
  13. 1 ચમચીઅજમો
  14. ૧ ચમચીખાંડ
  15. 2 ચમચીતલ
  16. થેપલા શેકવા માટે જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં લીલી ડુંગળી કોથમીર ફૂદીનો લસણ લઈ તેમાં બંને લોટ ભેગા કરી બધો મસાલો ઉમેરવો તેને બરાબર મિક્સ કરી દહીં ઉમેરવું

  2. 2

    હવે જરૂર મુજબ પાણી રેડીલોટ બાંધી લેવો બરાબર મસળી લેવો તેના એકસરખા લુઆ કરી થેપલા વણી લેવા

  3. 3

    હવે તેને ગરમ તવી પર તેલ મૂકી બંને બાજુ બરાબર શેકી લેવા

  4. 4

    હવે તેને ગરમા ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes