વડાપાવ (Vadapav Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે.
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફીને તેનો છૂંદો કરી લો ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ રાઈ લીમડાના પાન આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી ૨ મિનીટ માટે સાંતળી લો ત્યારબાદ તેમાં બાફેલા બટાકા લીંબુ ખાંડ મીઠું કોથમીર નાંખી બરાબર મિક્સ કરી લો અને તેના ગોળા વાળી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ ચોખાનો લોટ લઇ મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરવું પછી કડાઈમાં ગરમ તેલ મૂકી ગોળાને ચણાના લોટમાં બોડીને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો
- 3
ત્યારબાદ પાવને વચ્ચેથી કટ કરી ત્રણે ચટણી લગાડી વડુ મુકી ડુંગળી કોબી નાખી વડાપાવ તૈયાર કરો અને સર્વિંગ પ્લેટમાં લઈને તળેલા મરચા અને મકાઈના પૌવા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15843921






ટિપ્પણીઓ (5)