કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ વઘારેલો રોટલો

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

મિત્રો શિયાળામાં કાઠીયાવાડી રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે જેમાં ભરપૂર ડુંગળી અને લસણ હોય છે અને આજે મેં આ વઘારેલો રોટલો આપણા કુક પેડના ઓથર શ્રી સુનિતા વાઘેલા ની રેસીપી ને અનુસરીને બનાવ્યો છે ખૂબ જ મસ્ત બન્યો હતો થેન્ક્યુ સુનિતાબેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ

કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ વઘારેલો રોટલો

મિત્રો શિયાળામાં કાઠીયાવાડી રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે જેમાં ભરપૂર ડુંગળી અને લસણ હોય છે અને આજે મેં આ વઘારેલો રોટલો આપણા કુક પેડના ઓથર શ્રી સુનિતા વાઘેલા ની રેસીપી ને અનુસરીને બનાવ્યો છે ખૂબ જ મસ્ત બન્યો હતો થેન્ક્યુ સુનિતાબેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
ચાર લોકો માટે
  1. ૩-૪સવારે બનાવેલા બાજરીના રોટલા
  2. ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  3. 1 કપઝીણા સમારેલા ટામેટા
  4. 1 મોટી ચમચીલસણની ચટણી
  5. 1 મોટી ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. 3 થી 4 ચમચી તેલ
  7. ૧ ચમચીરાઈ 1
  8. ચમચી જીરૂ
  9. 2સુકા લાલ મરચા
  10. 1 તમાલપત્ર
  11. મીઠા લીમડાના પાન
  12. 1મોટો કપ છાશ
  13. જરૂરપ્રમાણે પાણી
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૧ નાની ચમચીહળદર
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 ચમચીધાણાજીરૂ
  18. 1 ચમચીગરમ મસાલો
  19. 1 ચમચીલીંબુનો રસ
  20. કોથમીર અને લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સવારે બનાવેલા બાજરીના રોટલા નો ભૂકો કરી લેવો

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમા રાઈ જીરુ સૂકા લાલ મરચાં તમાલપત્ર મીઠા લીમડાના પાન અને લસણની ચટણી નાખી સાંતળો

  3. 3

    પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળી તેમાં લીલી ડુંગળી ના પાન ને પણ સાંતળવા ક્રશ કરેલા આદુ મરચા લસણ નાખી સાંતળવા પછી તેની અંદર ટામેટા નાખી ટામેટાને પણ સાંતળવા ટામેટા સંભળાઈ જાય એટલે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખી બધાને બરાબર તેલ છૂટું પડે ત્યાં સુધી સાતમ

  4. 4

    અંદર જરૂર પ્રમાણે ગરમ પાણી નાખી મિક્સ કરી છાશ નાખી મિક્સ કરી લેવું પછી તેની અંદર રોટલા નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું પછી તે છેલ્લે તેની અંદર કોથમીર લીંબુનો રસ અને લીલું લસણ નાખી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes