વેજ. ખાઉ સ્વે (Veg. Khow Suey Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#WK2
#week2
ખાઉ સ્વે બર્મીઝ નુડલ્સ સૂપ છે. જેમાં નુડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વ છે. આ સૂપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ સૂપ ખુબ જ હેલ્થી છે. ખાઉ સ્વે લંચ કે ડિનર માં લઈ શકાય છે.

વેજ. ખાઉ સ્વે (Veg. Khow Suey Recipe In Gujarati)

#WK2
#week2
ખાઉ સ્વે બર્મીઝ નુડલ્સ સૂપ છે. જેમાં નુડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વ છે. આ સૂપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ સૂપ ખુબ જ હેલ્થી છે. ખાઉ સ્વે લંચ કે ડિનર માં લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 1 કપનુડલ્સ
  2. 1/2 કપસમારેલી ફણસી
  3. 1/2 કપ ગાજર
  4. 2 ટેબલ સ્પૂનબેબી કોર્ન
  5. 2 ટેબલ સ્પૂનબ્રોકલી
  6. 11/2 કપનારિયેળ નું દૂધ
  7. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1 ટી સ્પૂનધાણજીરુ પાઉડર
  9. 1 ટી સ્પૂનજીરું પાઉડર
  10. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 2કાંદા
  13. 6-7લસણ ની કળી
  14. 1નાનો ટુકડો આદુ નો
  15. 2લીલાં મરચાં
  16. 5-6કોથમીર ની દાંડી
  17. 3 ટી સ્પૂનબેસન
  18. 2 ટી સ્પૂનલીંબુ નો રસ
  19. 1 ટી સ્પૂનતેલ
  20. ગાર્નિશ માટે.....
  21. લાંબા સમરેલા તળેલા કાંદા
  22. સમારેલી તળેલી લસણ
  23. તળેલા નુડલ્સ
  24. શેકેલા શીંગદાણા
  25. લીલાં કાંદા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સો પ્રથમ નુડલ્સ ને બાફી લો. અને નારિયેળ ને મિક્સર જરમાં નાખી તેમાં પાણી નાખી ક્રશ કરી લો અને ગાળી લો. નારિયેળ દૂધ તૈયાર થઇ ગયું.

  2. 2

    એક મિક્સર જારમાં કાંદા, લસણ,આદુ, લીલાં મરચાં અને કોથમીર ની દાંડી ઉમેરી પીસી લો.
    એક કડાઈ તેલ નાખી ગરમ કરો પછી તેમાં પીસેલી પેસ્ટ નાખી સાંતળો. 2 મિનિટ પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર પાઉડર અને જીરું પાઉડર નાખી સાંતળો. 2 ટી સ્પૂન જેટલું પાણી નાખી મિક્સ કરો. પાવી તેમાં સમારેલા ફણસી, ગાજર, બેબી કોર્ન અને બ્રોકલી નાખી સાંતળો. પછી તેમાં 1 કપ પાણી નાખો અને ઉકળવા દો હવે એક બાઉલમાં બેસન અને થોડું નારિયેળ નું દૂધ લઇ મિક્સ કરી લો. અને મિક્સ કરેલું મિશ્રણ બાકી નારિયેળ ના દૂધ માં મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં નારિયેળ નું દૂધ નાખી મિક્સ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી મિક્સ કરો અને ઉકળવા દો. 5 થી 7 મિનિટ ઉકળવા દો. સૂપ તૈયાર થઈ ગયું છે.

  4. 4

    ખાઉ સ્વે પ્લેટિંગ કરવા માટે એક સર્વિગ પ્લેટ લો. બાફેલી નુડલ્સ ઉમેરો. તેની ઉપર તૈયાર કરેલું સૂપ ઉમેરો.પછી તેની ઉપર તળેલા કાંદા, લસણ,નુડલ્સ અને શેકેલા શીંગદાણા, લીલાં કાંદા નાખી સર્વ કરો.

  5. 5

    વેજ. ખાઉ સ્વે સૂપ વન પોટ મિલ છે. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes