વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)

થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.
થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.
આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે.
વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)
થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.
થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.
આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નૂડલ્સને બાફીને ઠંડા પાણીથી ધોઈ લેવા. હવે તેમાં થોડું તેલ ઉમેરી મિક્સ કરી લેવું. ઢાંકીને રહેવા દેવા.
- 2
બધા શાકભાજીને ધોઈને પસંદગી મુજબના આકારમાં મીડિયમ સાઇઝના કાપી લેવા. બેબી કોર્ન ની પાતળી સ્લાઈસ કરવી જેથી કરીને એ ચડી જાય.
- 3
એક પોટ માં તેલ ગરમ થાય એટલે એમાં લસણ અને આદુ ઉમેરી લસણ હલકા ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી સાંતળવું. હવે તેમાં કાંદા ઉમેરી 1 મિનીટ માટે સાંતળવું. હવે તેમાં પાલક અને લીલી ડુંગળી સિવાયના બધા શાકભાજી ઉમેરી બરાબર હલાવી લેવું. શાકભાજી ને પાંચ મિનિટ માટે હાઇ હીટ પર સાંતળવા. હવે તેમાં ટોફુ ઉમેરવું.
- 4
શાકભાજી માં સોયા સોસ, ચીલી સોસ, ટોમેટો સોસ અને વેજિટેબલ સ્ટોક ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. ચીલી સોસ ને બદલે લાલ મરચું પણ ઉમેરી શકાય.હવે તેમાં જીરુ પાઉડર, ગરમ મસાલો, મરીનો પાઉડર અને મીઠું ઉમેરી હલાવી લેવું.
- 5
શાકભાજી થોડા નરમ પણ ક્રિસ્પ રહે એ રીતે પકાવવા. હવે તેમાં પાલક ઉમેરી 1 મિનીટ માટે મિડિયમ તાપ પર ચડવા દેવું. લીલી ડુંગળી ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 6
થુકપા પીરસતી વખતે પહેલા બૉલ મા બાફેલા નૂડલ્સ મૂકવા અને એના પર તૈયાર કરેલું સૂપ રેડીને ગરમા ગરમ પીરસવું.
Similar Recipes
-
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)
વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. spicequeen -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)
લીક એન્ડ પોટેટો સૂપ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બટાકા, લીક, સ્ટોક અને ફ્રેશ ક્રીમ થી બનાવામાં આવે છે. ફ્રેશ ક્રીમ ને બદલે ફુલ ફેટ દૂધ પણ વાપરી શકાય. બટાકા ને લીધે સૂપ એક્દમ ક્રીમી બને છે.#GA4#Week20#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ વ્રેપ (Vegetable wrap recipe in Gujarati)
વેજીટેબલ વ્રેપ અલગ-અલગ પ્રકારના શાકભાજી અને થોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. વ્રેપ માટે મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે જે બાળકો માટે એક હેલ્ધી ઑપ્શન છે. સ્વાદમાં ખુબજ સરસ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ પડે છે. લંચ બોક્સમાં પેક કરી શકાય એવી આ એક ખુબ જ સરસ અને સરળ રેસિપી છે. મારા બાળકોને વેજીટેબલ વ્રેપ લંચબોક્સમાં ખૂબ જ ગમે છે અને એમના મિત્રો સાથે વહેંચીને ખાવા માટે વધારે પણ લઈ જાય છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
બાઓ બન (Bao Bun Recipe In Gujarati)
બાવો બન એક સ્ટીમ કરેલા બન નો પ્રકાર છે જે અલગ અલગ આકારના બનાવી શકાય છે. આ બનમાં અલગ અલગ પ્રકારનું સ્વીટ કે સેવરી ફીલિંગ ભરી શકાય છે. અલગ અલગ પ્રકારના શાકભાજીનું ફીલિંગ ભરીને બાવો બનાવી શકાય અથવા તો બાવો બન ને ખાલી બટર સાથે પ્લેન પણ પીરસી શકાય.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ માઈલ્ડ ફ્લેવર નું ક્રિમી સૂપ છે જેમાં પસંદગી પ્રમાણે ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય છે. સરળતાથી બની જતું આ સ્વાદિષ્ટ સૂપ શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં પીવાની ખૂબ જ મજા આવે છે.#માઇઇબુક#પોસ્ટ27#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
એકઝોટિક વેજ ગાર્લિક સૂપ (Exotic Veg Garlic Soup Recipe In Gujarati)
વિન્ટર માં અલગ અલગ સૂપ પીવાની મજા આવે છે. અહીંયા મે એકઝોટિક વેજીટેબલ અને ગાર્લીક નાખી ને સૂપ બનાવ્યો છે. તેમાં તમે મનપસંદ નાં કોઈ પણ શાકભાજી નાખી શકો છો. આ સુપ બને એવો તરત જ પીવો. Disha Prashant Chavda -
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)
થાઈ ફુડ સ્વાદ માં માઈલ્ડ અને ટેસ્ટી હોય છે. એમાં વપરાતા આખા મસાલા ખૂબ સરસ ટેસ્ટ આપે છે. મારું ફર્સ્ટ ઝૂમ લાઈવ Cooking હતું ત્યારે મે આ ડિશ બનાવી હતી Disha Prashant Chavda -
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
વેજીટેબલ ચોપ્સે (Vegetable Chopsuey Recipe in gujarati)
#PG#American_Chinese_recipe#cookpadgujarati વેજીટેબલ ચોપ્સે એ એક અમેરિકન ચાઈનીઝ વાનગી છે જે શાકભાજીથી ભરેલી ખારી, સ્ટાર્ચ-જાડી ચટણીમાં ભચડ - તળેલી ચાઉમન નૂડલ્સ અથવા ભાત પર પીરસવામાં આવે છે. જો તમને ચટણી ચાઈનીઝ-પ્રેરિત વાનગીઓ ગમે છે, તો તમને આ રેસિપી ગમશે. Daxa Parmar -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે જેમાં નૂડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વો છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, ધાણા, લીલી ડુંગળી અને સિંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં અથવા તો ચોમાસાની ઋતુમાં મજા લઈ શકાય એવું આ એક પરફેક્ટ વન પોટ મિલ છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
વેજીટેબલ ચોપસી (Vegetable Chop suey Recipe In Gujarati)
Smit sir સાથે લાઈવ રેસીપી બનાવી હતી ખુબ જ ટેસ્ટી બની હતી Falguni Shah -
વેજીટેબલ કેસેડિયા (Vegetable quesadilla recipe in Gujarati)
કેસેડિયા મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલી માં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. વેજિટેરિયન કેસેડિયા સામાન્ય રીતે પસંદગી પ્રમાણે ના શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે અને તવા પર શેકવામાં આવે છે. કેસેડિયા ને સાવર ક્રીમ અને સાલસા સાથે સર્વ કરવામાં આવે છે.બાળકો માટે હેલ્ઘી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ કેસેડિયા બનાવી શકાય. આ એક સરળતાથી બની જતી મેક્સિકન ડીશ છે જે બાળકોને ખુબ જ પસંદ પડે છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
વેજ. ખાઉ સ્વે (Veg. Khow Suey Recipe In Gujarati)
#WK2#week2 ખાઉ સ્વે બર્મીઝ નુડલ્સ સૂપ છે. જેમાં નુડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વ છે. આ સૂપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ સૂપ ખુબ જ હેલ્થી છે. ખાઉ સ્વે લંચ કે ડિનર માં લઈ શકાય છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
ટિપ્પણીઓ (18)